Homeરાજકોટમોરબીમાં રખડતા શ્વાને આઠ વર્ષના માસૂમનો જીવ લીધો, તંત્રની નિંદ્રા ક્યારે ખુલશે...

મોરબીમાં રખડતા શ્વાને આઠ વર્ષના માસૂમનો જીવ લીધો, તંત્રની નિંદ્રા ક્યારે ખુલશે ?

મોરબીમાં રખડતા શ્વાને આઠ વર્ષના માસૂમનો જીવ લીધો, તંત્રની નિંદ્રા ક્યારે ખુલશે ?

મોરબી શહેરમાં તાજેતરમાં એક જ દિવસમાં ૧૨ થી ૧૫ લોકોને કુતરાએ બચકા ભરતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દર્દીઓની લાઈન લાગી હતી તે બનાવમાંથી પણ તંત્રએ કોઈ સબક લીધો ના હતો અને તંત્રની નીમ્ભરતાને કારણે આઠ વર્ષના માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સિરામિક ઝોનમાં એક આઠ વર્ષના માસૂમને શ્વાને બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું
મોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનિયમ વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતા કૃપાલભાઈ માલવીયાના આઠ વર્ષના પુત્ર કૃણાલ પર રખડતા શ્વાને હુમલો કરી દીધો હતો આઠ વર્ષના કૃણાલને શ્વાને બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું કરુણ મોત થયું હતું જે બનાવથી સમગ્ર પંથકમાં શોક સાથે ગુસ્સાની લાગણી ભભૂકી ઉઠી છે નીમ્ભર તંત્ર કોઈ પગલા ભરતું નથી જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે 
રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવાના પણ દાવા અનેક થયા છે જોકે હજુ શહેર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત થયું નથી અનેક વિસ્તારમાં આજે પણ આખલા યુદ્ધને કારણે લોકોન જીવ તાળવે ચોટી જતા હોય છે તો એવો જ ત્રાસ રખડતા શ્વાનોનો છે પરંતુ તંત્ર કોઈ નકકર કામગીરી કરતી નથી જેને પગલે બે દિવસ પૂર્વે ૧૨ થી ૧૫ નિર્દોષ નાગરિકોને શ્વાને બચકા ભર્યા હતા તો આઠ વર્ષના માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments