મારવાડી યુનિવર્સિટી ના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા વર્લ્ડ વોટર ડે નિમિત્તે સેમિનાર યોજાયો
૨૨ માર્ચ નો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવેછે. તાજેતરમાં મારવાડી યુનિવર્સિટીના સિવિલ ઇજનેરી વિભાગ તથા ઇન્ટરનેશનલ વોટર વર્કસ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે મારવાડી ટેક્નિકલ કેમ્પસ ખાતે સ્ટુડેંટ્સ અને ટીચર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. સેમિનાર દરમ્યાન ઇન્ટરનેશનલ વોટર વર્કસ એસોસિએશન ના સ્ટેટ તથા નેશનલ લેવલ ના તજજ્ઞો જેવાકે શ્રી એસ વી આહુજા સાહેબ, શ્રી વિપુલ ઠાકર સાહેબ, શ્રી બી કે જાની સાહેબ દ્વારા વિશ્વ સ્તરે પ્રવર્તમાન દૈનિક ઉપયોગ માટે જરૂરી પાણી અને તેના સ્ત્રોત તથા તેને સંબંધિત પરિસ્થિતિઓ અને ઉપાયો અંગે માર્ગદર્શન અને જાણકારી અપાયેલ હતી. સેમિનાર દરમ્યાન સિવિલ ઇજનેરી ના વિદ્યાર્થીઓ માટે ખાસ એક્સપર્ટ લેકચર નું આયોજન કરાયેલ હતું. સેમિનારનો હેતુ ભવિષ્યમાં સંભવિત જળ સંકટો, કલાઈમેટ ચેન્જની વોટર સાયકલ પરની અસરો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ને ટેક્નિકલ નોલેજ અને મોડર્ન સ્કિલ્સ દ્વારા કેવીરીતે ઓછી કરીશકાય તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનાર દરમ્યાન યુનિવર્સિટી ના સિવિલ ઇજનેરી વિભાગ ના ડો. ભાવના હુમ્મર દ્વારા વિદ્યાર્થીઓ અને ટીચર્સ માટે નોલેજ સેશનનું વિશેષ આયોજન કરાયું હતું. સિવિલ ઇજનેરી ના અભ્યાસક્રમમો માં જોકે વોટર એન્જીનીયરીંગ માટે પૂરતા વિષયો સમાવિષ્ટ હોય છે, પરંતુ મારવાડી યુનિવર્સિટી હંમેશા તેના વિદ્યાર્થીઓને સ્ટેટ ઓફ ધ આર્ટ નોલેજ, મોડર્ન સ્કિલ્સ અને કોન્ટેન્ટ બિયોન્ડ સિલેબસ સાથે રીયલ લાઈફ અને રિયલ ટાઈમ નોલેજ આપવામાં અગ્રેસર રહી છે. સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે સિલેબસ ની સાથે સ્કિલ ડેવલપમેન્ટ, હેન્ડસ ઓન એક્સપિરિયન્સ, ફિલ્ડ નોલેજ અને ઈન્ડસ્ટ્રી એક્સપોઝર માટે આ પ્રકાર ના સ્ટુડન્ટ સેન્ટ્રિક પ્રોગ્રામ્સ અને ટ્રેનિંગ પર સતત ધ્યાન આપવામાં આવેછે. અને માટેજ મારવાડી યુનિવર્સિટી ના સિવિલ ઈજનરી વિભાગ નું વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે વિદ્યાર્થીઓનું ૯૦% પ્લસમેન્ટ એપણ ૭ લાખ થી વધુના એન્યુઅલ પેકેજ સાથે થઈ ચૂક્યું છે. ઉપરાંત મારવાડી યુનિવર્સિટી ના સિવિલ ઈજેનરી વિભાગના વિદ્યાર્થીઓ પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાઈને વધારે પ્રગતિ કરી રહ્યા છે, વિભાગના કેટલાયે ભૂતપૂર્વ (એલ્યુમની) વિદ્યાર્થીઓ હાલ માં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાના બિઝનેસ, સ્ટાર્ટઅપ, અને કન્સલ્ટન્સી દ્વારા સફળ કારકિર્દી મેળવી ચુક્યા છે. સિવિલ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓ હાયર સ્ટડીઝ માટે ભારતની સંસ્થાઓ જેવીકે આઈઆઈટી રૂરકી, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી મદ્રાસ માં સફળતાથી પ્રવેશ મેળવી રહ્યા છે. તેમજ યુનિવર્સિટી ના ખાસ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા પોલેંડ, જર્મની અને રશિયા જેવા દેશોમાં પણ હાયર સ્ટડી કરી ચુક્યા છે. સિવિલ ઈજેનરી વિભાગ અને મારવાડી યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓ માટે સર્વાંગી વિકાસ એજ માત્ર સંકલ્પ સાથે સતત કાર્યરત રહે છે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. ઉપરોક્ત સેમિનાર માં ભાગલીધેલા વિદ્યાર્થીઓ એ પોતાના ફીડબેક અને એક્સપિરિયન્સ શેર કરતા કહ્યું હતું કે તેમને સિવિલ ઈજેનરી વિભાગ દ્વારા મળી રહેલા નેશનલ અને ઇન્ટરનૅશનલ એક્સપોઝરથી પ્લેસમેન્ટ, હાયર સ્ટડી અને બિઝનેસ માં ખુબજ ફાયદો થાય છે અને માટેજ મારવાડી યુનિવર્સિટી અને અહીંનો સિવિલ ઇજનેરી વિભાગ તેમની પ્રથમ પસંદગી બને છે. ઉપરોક્ત સેમિનારને સફળ બનાવવામાટે વિભાગના ડો. ભાવના હુમ્મર, અને પ્રો. હુસૈન રંગવાલા દ્વારા તેમજ તમામ ફેકલ્ટી દ્વારા સુંદર આયોજન કરાયેલ હતું.

