વાંકાનેરના ધારાસભ્યનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સમયનો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક મુસ્લિમ શખ્શને ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાનું જણાવી રહ્યા હતા જે વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો તો વાંકાનેર ધારાસભ્યએ મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં વિધર્મીઓના મત ક્યારેય માંગ્યા નથી તેવો જવાબ આપ્યો હતો
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સમયનો હોવાનું સામે આવ્યું છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિ તેની પાસે જમીન છે અને તમે પાણી આપતા હોવાથી બધું સારું ચાલે છે તેવી વાત કરે છે અને મત કોને આપવો તેવી ચર્ચા કરતા ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાનું કહેતા સંભળાઈ રહ્યા હતા વિડીયો વાયરલ થયો હતો જે અંગે આજે પત્રકારોએ જીતુભાઈ સોમાણીનું ઈન્ટરવ્યું કર્યું હતું જેમાં તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ ક્યારેય વિધર્મીઓના મત માંગતા જ નથી જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે તેઓ ચુસ્ત હિન્દુવાદી કાર્યકર છે rss સ્વયંસેવક છે અને તેના રગેરગમાં હિન્દુત્વનું લોહી છે વિડીયો બનાવવા વાળા મુસલમાન છે જે દલડી ગામના છે અને દલડી ગામમાંથી ભાજપને ક્યારેય મતો મળતા જ નથી વર્ષ ૨૦૦૨ થી પત્ની અને જીતુભાઈ ચુંટણી લડી રહ્યા છે તેઓએ ક્યારેય સભામાં વિધર્મીઓને મત આપવાનું કહ્યું નથી વિધર્મીઓના મત મેળવી મતપેટી શા માટે અભડાવવી જોઈએ તેમ જણાવ્યું હતું
તેમજ સભામાં અનેક વખત કહ્યું છે કે મારે તમારા મત નથી જોતા સવા બે લાખ હિંદુઓના મતો છે અને હિંદુ સમાજે મને પ્રેમ આપ્યો છે હિંદુ સમાજ મારી સાથે છે દલડીની વ્યક્તિ મારી ટીખળ કરવા આયો હતો અને ટીખળ કરી હતી તેને ગમે તેમ કહું તે ભાજપને મત આપવાનો જ નથી તે જાણતા હોવાથી આવો જવાબ આપ્યો હોવાનો ખુલાસો કર્યો હતો તેને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું વર્ષ ૨૦૨૭ ની ચુંટણીમાં લડવાનો છો અને મને વિધર્મીઓ મત ના આપતા તેમ કહ્યું હતું વાયરલ વિડીયો અંગે વકીલની સલાહ લઈને આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ

