રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ 60 મા સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેણે 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે 11 કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, ભવનોના અધ્યક્ષઓ, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23-05-1967 ના રોજ થઈ અને પ્રથમ કુલગુરુ તરીકે શિક્ષણવિદ્ ડો. ડોલરરાય માંકડ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક યાત્રાની શરુઆત થઈ.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તા. 23-05-2026 ના રોજ સ્થાપના દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક યાત્રાના 59 વર્ષ પૂર્ણ કરી 60 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60 મા સ્થાપના દિવસની ઉજવણી તા. 23-05-2026 ના રોજ વિશેષ રીતે કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે શરુ કરેલ પ્રકલ્પના અનુસંધાને 60 મા સ્થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રગતિમાં યોગદાન આપનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વટવૃક્ષ બનાવનાર પાયામાં રહેલા હાલ ફરજ બજાવતા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેણે આ વર્ષે 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે 11 કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓના સન્માન કરવાનો કાર્યક્રમ બપોરે 12:00 કલાકે આર્ટગેલેરીના સેમીનાર હોલમાં યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 મા સ્થાપના વર્ષના ઉપલક્ષ્યમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, ભવનોના અધ્યક્ષઓ, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

