HomeLocal Newsવેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર વેકરીયા પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન

વેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર વેકરીયા પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન

વેકરીયા પરિવારમાં એકતા, યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને પારિવારિક સૌહાર્દ વધારવાના શુભહેતુ સાથે વેકરીયા પરિવાર (લેઉવા પટેલ) રાજકોટ દ્વારા પ્રથમ વખત સૌરાષ્ટ્ર વેકરીયા પ્રીમિયર લીગ (એસ.વી.પી.એલ.) – સિઝન 1 નું ભવ્ય આયોજન તારીખ 30.05 થી 31.05 દરમિયાન 02 દિવસ એસ.જી. ક્રિકેટ ક્લબ, મુ.પાળ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી વેકરીયા પરિવારના યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાશે.
જટઙક માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પરંતુ સમાજને એક મંચ પર લાવવાનો અને યુવાનોમાં ટીમ સ્પિરિટ, નેતૃત્વ, શિસ્ત અને ખેલદિલી જેવા ગુણો વિકસાવવાનો અનોખો પ્રયાસ છે. બે દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં અનેક રોમાંચક મુકાબલા યોજાશે, જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા અને રમતકૌશલ્યનું પ્રદર્શન કરશે. આયોજક સમિતિ દ્વારા ખેલાડીઓ તથા ઉપસ્થિત મહેમાનો માટે વિશેષ સુવિધાઓ, વ્યવસ્થિત આયોજન અને ઉત્સાહભર્યું વાતાવરણ ઉભું કરવામાં આવશે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના સન્માન, ટ્રોફી વિતરણ તેમજ વિશેષ આકર્ષણરૂપ કાર્યક્રમો પણ યોજાનાર છે.
વેકરીયા પરિવાર રાજકોટના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, “જટઙક નો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એકતાના સૂત્રમાં બાંધવાનો અને રમતગમત દ્વારા સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવવાનો છે. આગામી વર્ષોમાં આ ટર્નામેન્ટને વધુ વિશાળ સ્તરે આયોજન કરવાની દિશામાં પણ પ્રયાસ કરવામાં આવશે. તારીખ 30.05.2026 ને શનિવારે સાંજે 06.30 ક્લાકે મુખ્ય કાર્યક્રમ રાખેલ છે જેમાં આશરે 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બંને દિવસ ઉપસ્થિત તમામ મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મિનષભાઇ, પંકજભાઈ, ઉમેશભાઈ, કિરીટભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, અમિતભાઈ, સાવનભાઈ, ધાર્મિલભાઈ, ગૌરવભાઇ, કુલદિપભાઈ, રવિભાઈ, હિરેનભાઈ, પાર્થભાઈ, ભૌતિકભાઈ, યશભાઈ દિવ્યેશભાઈ, સંજયભાઈ, મયુરભાઇ, સાગરભાઇ, આદિત્યભાઈ, વિશાલભાઇ, હાર્દિકભાઇ તથા અભિષેકભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે આયોજક મંડળે સમાજના આગેવાનો, યુવાનો, ક્રિકેટરસિકો તથા શુભેચ્છકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. વિશેષ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરવો. 9724925888, 9727446652, 9737555544, 9722333789

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments