(સૌરાષ્ટ્ર ક્રાંતિ કાર્યાલય-રાજકોટ)
રાજકોટ,તા.29
રાજકોટમાં આગામી તા.5-6-7 ને શુક્રવાર ; શનિવાર અને રવિવાર એમ જુન માસમાં ત્રણ દિવસની હનુમંત કથાનું દિવ્ય આયોજન : રાજકોટમાં રમેશભાઈ પારેખ ઓડિટોરિયમ રેસકોર્સ ખાતે કથાના નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છેબીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર ભરાશે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના મુખ્ય આયોજક સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા, રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ; ડેનીશભાઈ આડેસરા ,વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્ર ના વિવિધ જગ્યાધારી ધાર્મિક સંસ્થાઓ ના સાધુઓ અને સંતો-મહંતો-અગ્રણીઓ એ આ કથાના માધ્યમથી હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે અપીલ કરતા જણાવે છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબાર નો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાવા આહવાન કર્યું છે. હિંદુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે. તેમનું પૂરું નામ પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી જેમનું લોકપ્રિય નામ બાબા બાગેશ્વર, પીઠાધીશ્વર, બાગેશ્વરધામ, મુખ્ય મથક સ્થળ છતરપુર, મધ્ય પ્રદેશ (એમ.પી.) જેઓનું મુખ્ય કાર્ય અને લક્ષ્ય દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવવો. લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ અને સમાજમાં સકારાત્મક મૂલ્યોનું સિંચન કરવું. રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે દેશ-વિદેશમાં ભ્રમણ કરતા રહી સનાતનનો ધ્વજ ફરકાવી રહયા છે. તેઓ કથાની સાથે ’દિવ્ય દરબાર’ ના આયોજન માટે પણ જાણીતા છે. તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહયા છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રમેશભાઈ પારેખ ઓડિટોરિયમ રેસકોર્સ ખાતે આયોજિત બાબા બાગેશ્વર ધામ દ્વારા સનાતન સેતુ હનુમત કથામા ગ્રાઉન્ડની બેઠક માટે વિજયભાઈ પારખીયા વિશેષમાં જણાવે છે કે રેસકોસ ગ્રાઉન્ડમા યોજાતી કથામાં વિશાળ ટોટલ ગ્રાઉન્ડ બેઠક વ્યવસ્થામાં 24 ખંડમાં વિભાજિત કરેલ છે એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે 1800 લોકોનો સમાવેશ થઈ શકે તેવી સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભવ્ય સ્ટેજ, વિશાળ એલીડી, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસી કેમેરા તેમજ વીમા થી સજજ, પાણીની સુંદર વ્યવસ્થા, 130ફુટ ડ 45 ફુટનું ભવ્ય આકર્ષક સ્ટેજ,તેમજ 6 વિશાળ કઊઉ સ્ક્રીન, 1 લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસીટીવી કેમેરા તેમજ સંપૂર્ણ વીમો લેવામાં આવેક છે. પાણીની વ્યવસ્થા, 24 લાઇટિંગ ટાવર સાથે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરેલ છે. રેસકોસ ગ્રાઉન્ડમાં 2 પરમેનેન્ટ યુરીનલ સાથે બીજા 4 ટેમ્પરરી યુરીનલ ની વ્યવસ્થા કરેલ છે.
પ્રવેશ દ્વાર : રેસકોર્સ રીંગરોડ પર આવેલા ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ગેટ નંબર 1 અને 2 જાહેર જનતા માટે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગેટ નંબર -3 સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો માટે, મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગેટ નંબર – 4 પ્રોટોકોલ માટે, એરપોર્ટ ગેટ નંબર – 5 અને બાલભવન ગેટ નંબર – 6 જાહેર જનતા માટે પ્રવેશની વ્યવસ્થા કરેલ છે.
પાર્કિંગ માટેની વ્યવસ્થા
પાર્કિંગ માટે ભક્તો ને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્કુલ, પોલીસ હેડ ક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કોઇપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં. આ કથાના આયોજન માટે ખર્ચ માટે સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં. આ કથાનો સંપૂર્ણ ખર્ચ યજમાન દ્વારા ખર્ચ પૂરો કરવામાં આવશે. પરંતુ જે કોઈ ધર્મપ્રેમી જનતાને ફાળો આપવાની ઈચ્છા હોય તેઓ બાબા બાગેશ્વર ધામ ને તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે આપી શકે છે. તેમજ બાગેશ્વર ધામ ના બેંક ખાતામાં આપી શકાય છે. બાબા બાગેશ્વર ધામ દ્વારા માનવ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ઉત્થાનના પાંચ મહાસંકલ્પો, બાગેશ્વર ધામ આજે માત્ર એક આધ્યાત્મિક આસ્થા કેન્દ્ર જ નહીં પરંતુ માનવ સેવા, ગૌસેવા, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનું પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વર ધામ સ્વયંભૂ હનુમાનજીના ભક્ત માટે વિશ્વભરમાં જાણીતી પવિત્ર ભૂમિ છે. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ ધામ દ્વારા સમાજ કલ્યાણ માટે અનેક સેવાકીય અને જનહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સનાતન સંસ્કૃતિના જાગરણ સાથે માનવતાની સેવા માટે પાંચ મહાન સંકલ્પો દ્વારા લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટાવવામાં આવી રહ્યો છે.
- વિનામૂલ્યે આધુનિક હોસ્પિટલ સેવા : વર્ષ 2023 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે 25 એકર વિસ્તારમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 200 કરોડના ખર્ચે નિર્માણ પામતી આ 100 બેડની હોસ્પિટલ વર્ષ 2027 સુધી કાર્યરત થવાની સંભાવના છે. અહીં ગરીબ, પછાત અને આદિવાસી દર્દીઓને કેન્સર, નેત્રરોગ, ઓર્થોપેડિક તથા કિડની સંબંધિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ક્ધયા વિવાહ મહાયજ્ઞ : બાબા બાગેશ્વર ધામ દર વર્ષે આશરે 300 ગરીબ અને નિરાધાર દીકરીઓના સમૂહલગ્ન એક પિતાની લાગણી સાથે વૈદિક વિધિ મુજબ સંપન્ન કરાવે છે. સંપૂર્ણ નિ:શુલ્ક યોજાતા આ લગ્ન પ્રસંગે નવદંપતીને જીવનનિર્વાહ માટે જરૂરી સાધનો અને સહાય પણ આપવામાં આવે છે.
- ગૌસેવા અને ગૌસંરક્ષણ અભિયાન : ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે ધામ દ્વારા એક હિન્દુ – એક ગાય નો સંદેશ આપવામાં આવ્યો છે. ગાય રાખવામાં અસમર્થ લોકો ગરીબ ગૌપાલકોને આર્થિક સહાય કરે તેવો માનવતાભર્યો સંદેશ આપવામાં આવે છે, જેથી ગૌસેવા સાથે ગરીબ પરિવારનું જીવન પણ સુખમય બની શકે.
- વૈદિક ગુરુકુળ દ્વારા સંસ્કૃતિ જતન : ભારતીય સંસ્કૃતિ, વેદજ્ઞાન અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે બાગેશ્વર ધામ ખાતે વૈદિક ગુરુકુળની સ્થાપના કરવામાં આવી રહી છે. અહીં વિદ્યાર્થીઓને વેદોનું જ્ઞાન, આધ્યાત્મિક શિક્ષણ તેમજ આધુનિક અભ્યાસનું સંકલિત શિક્ષણ આપવામાં આવશે, જેથી ભાવિ પેઢી સંસ્કારવાન અને રાષ્ટ્રપ્રેમી બને.
- અન્નપૂર્ણા ભોજનાલય – કોઈ ભૂખ્યું ન રહે : ધામ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક અન્નપૂર્ણા ભોજનાલય કાર્યરત છે. કોઈ પણ ભક્ત ભૂખ્યો ન સૂવે એવા પવિત્ર સંકલ્પ સાથે દરરોજ હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. બાગેશ્વર ધામ દ્વારા ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આધ્યાત્મિકતા સાથે માનવ સેવા, ગૌસેવા અને સંસ્કૃતિ જતનના આ મહાયજ્ઞને દેશ-વિદેશમાંથી વિશાળ સમર્થન મળી રહ્યું છે. ઉપરોક્ત સેવા ધર્મમાં જે કોઈ ધર્મ પ્રેમીઓને ફાળો આપવો હોય તેઓએ કથા સ્થળ મધ્યસ્થ કાર્યાલયની બાજુમાં રમેશભાઈ પારેખ ઓડિટોરિયમ રેસકોર્સ મેદાન ખાતે ઉપર તેઓના કાઉન્ટર નાખે છે ત્યાં ફાળોજમા કરાવી શકાશે અને પાકી પહોંચ મેળવી લેવાની રહેશે.
કથા માટે ઈ.વી વાહનનો ખાસ ઉપયોગ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીસાહેબની અપીલ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિમાં કથા શ્રવણ માટે આવતાં ભક્તો એકલા વાહનમાં આવવાના બદલે શેરીંગ સિસ્ટમ થી વાહનોનો ઉપયોગ કરે જેથી પેટ્રોલ – ડિઝલની બચત થાય. તેમણે શક્ય હોય ત્યાં સુધી ઈ.વી. વાહનોનો વપરાશ કરવા અને આયોજકો દ્વારા રાજકોટમ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે સંકલન કરી કથા સ્થળે આવવા-જવા માટે ઈ.વી. બસોના ખાસ રૂટ શરૂ કરાવવા પ્રયાસો કરવામાં આવશે. બાબાના એરપોર્ટ પર આગમન થી કથા સ્થળે સુધી સ્વાગત યાત્રામાં ઈ.વી. વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.
કળશ યાત્રાનું આયોજન : કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે એટલે કે તા. 4 જુનના દિવસે રાજકોટ શહેરના 10 ઝોનમાં જે તે વિસ્તારના ધાર્મિક અને સામાજીક સંગઠનો દ્વારા વિસ્તાર પુરતી કળશ પાત્રા રાખવામાં આવશે અને બધા વિસ્તારની કળશ યાત્રાના આયોજન થનાર છે.
આવા પવિત્ર સંકલ્પ સાથે સનાતનીઓને જગાડવાની જેમણે અલખ જગાવેલી છે. તેવા પ્રખર સનાતની વક્તા, વિશ્વનું ગૌરવ, બાગેશ્વરધામ સરકારની ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીની સનાતન સેતુ હનુમત કથામાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવુ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

