HomeLocal Newsજનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ સુચવેલા પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા થશે?

જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ સુચવેલા પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા થશે?

ગઈકાલે મહાનગરપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક થઈ છે.
શહેરના 23 માં મેયર તરીકે નેહલ શુકલએ ચાર્જ સંભાળ્યા બાદ ગણતરીની કલાકોમાં મહાનગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી પેન્ડિંગ અને ચાલુ પ્રોજેકટની સમીક્ષા કરી હતી. મેયર નેહલ શુકલએ તમામ ચાલુ કામો, પેન્ડિંગ પ્રોજેકટ તેમજ બજેટમાં જાહેર કરાયેલા વિકાસ કાર્યોની વિગતવાર યાદી ત્રણ દિવસમાં પોતાની સમક્ષ રજુ કરવા અધિકારીઓને તાકીદ કરી છે.
મેયરના અધ્યક્ષ સ્થાને જનરલબોર્ડ બોલાવામાં આવતું હોય છે જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ સુચવેલા પ્રશ્ર્નોના જવાબોની ચર્ચાઓ થતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી જનરલ બોર્ડમાં લગભગ એક કલાકમાં 1 થી 2 પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે. બાકીના પ્રશ્ર્નોના મહાનગરપાલિકા સેક્રેટરી કોર્પોરેટરોને લેખીતમાં આપી દેતા હોય છે.
અરવિંદભાઈ મણીયારથી લઈને વજુભાઈ વાળા મેયર હતા તે સમયે પ્રજાના પ્રશ્ર્નોની વિસ્તૃત વિગતવાર ચર્ચાઓ થતી હતી પ્રશ્ર્નોનો ઉકેલ લાવતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ કારણોસર જનરલ બોર્ડનો સમય 1 કલાક સુધીનો કરી નાખવામાં આવ્યો છે. જનરલ બોર્ડમાં રજુ થયેલા તમામ પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચાઓ થાય તો કોર્પોરેટરોએ સુચવેલા કામો અધિકારીઓ કામ કરે છે કેમ? કામગીરી કરતા હોય તો કામગીરી કયાં પહોંચી? કામગીરી અધુરી હોય તો કયાં કારણોસર સહિતની વિગતો જાણી શકાય.
જાણવા મળતી વિગત મુજબ ભુગર્ભ ગટર છલકાઈ જવી, પીવાનું પાણી પુરતુ મળતું ન હોય સહિતની ફરિયાદ લોકો દ્વારા ઓનલાઈન કરાતી હોય છે. કરેલી ફરિયાદનું નિરાકરણ થયા પહેલા મોબાઈલમાં મેસેજ આવે છે કે, કરેલી ફરિયાદનું નિરાકરણ થઈ ગયું છે. છેવટે ફરિયાદનું નિરાકરણ ન થાય તો કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે. જો જનરલ બોર્ડમાં દરેક પ્રશ્ર્નોની વિગતવાર ચર્ચાઓ થાય તો કોર્પોરેટરોએ સુચવેલા પ્રશ્ર્નો હલ થઈ શકે.
ચોમાસું નજીક આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો થતી હોય છે. શું કાયમી પ્રશ્ર્ન ન ઉકેલી શકાય? જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં બેદરકારી દાખવે તો તેની સામે પગલા લેવા જોઈએ.
મેયર નેહલભાઈએ કોર્પોરેટરોએ સુચવેલા પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા કરી સુચવેલા પ્રશ્ર્નો ઉકેલાયા છે કે નહીં તેની તમામ વિગતો અધિકારીઓ પાસેથી મેળવી જોઈએ તો જ ખબર પડે કે કામગીરી કયાં પહોંચી.
મેયર નેહલભાઈએ સારી કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવું જોઈએ જે અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં બેદરકારી દાખવે તો તેની સામે પગલા લેવા જોઈએ તેવી ચર્ચાઓ થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments