HomeLocal Newsપોરબંદર પંથકની ચકચારી એંશીલાખ ની છેતરપીડીના ગુન્હામાં મુખ્ય તહોમતદાર ને જામીન આપતી...

પોરબંદર પંથકની ચકચારી એંશીલાખ ની છેતરપીડીના ગુન્હામાં મુખ્ય તહોમતદાર ને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.

હાલ પોરબંદર પંથકમાં વિદેશ જવાનુ ચલણ વધતુ જતુ હોય અને સાચુ ખોટુ કાંઈ જોયા કર્યા વગ૨, કોઈ યોગ્ય ખરાઈ કર્યા વગ૨ વિદેશ જવાની ધેલછામાં લાખો રૂપીયા પોરબંદરના યુવાનો ગુમાવી રહેલ છે. અને પોરબંદર પંથકમાં જ આવી છેતરપીડીની અંદાજે ૨૫ થી ૩૦ ફરીયાદો થયેલ છે. તે પૈકી રાણાવાવ પંથકમાં વસવાટ કરતા કાનાભાઈ મુંજાભાઈ મારૂ વિગેરે ૧૧ લોકોએ કુતીયાણા ના રહીશ માધાભાઈ રાજાભાઈ રાઠોડ તથા તેના બે પુત્રો તથા આણંદ ના રહેવાસી વિશાલકુમાર નંદકીશોર અનાવત સામે રૂા.૮૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એશીલાખ પુરા કરતા વધારે રકમની છેતરપીડીની ફરીયાદ નોંધાવેલી હતી. અને તેમાં પોલીસ દ્રારા માધાભાઈ તથા તેના બંને સંતાનોની ધરપકડ કરેલી હતી જયારે મુખ્ય સુત્રાધાર વિશાલકુમાર મળી આવેલ નથી અને તે રીતે ફરીયાદી ની ફરીયાદ મુજબ ફરીયાદી તથા સાહેદોએ તમામ વાતચીત કુતીયાણા ના માધાભાઈ રાજાભાઈ રાઠોડ સાથે જ કરેલી હોય અને પૈસા પણ તેને આપેલ હોવાનુ જણાવી ફરીયાદ કરેલી હતી. અને તેઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ જતા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શર્માની કોર્ટમાં જામીન અરજી કરેલી હતી. અને તેના સમર્થનમાં દલીલ કરતા જણાવેલ કે, ફરીયાદીની ફરીયાદ મુજબ જ તેઓને વિદેશ મોકલવા માટેના એગ્રીમેન્ટ નોટરી રૂબરૂ વિશાલકુમાર અનાવત દ્રારા કરેલા હોય એટલુ જ નહીં ફરીયાદી તથા સાહેદોએ આપેલ પૈસા કુરીયર મારફતે અથવા તો બેંક મારફતે તમામ રકમ વિશાલકુમાર ને મોકલી આપેલ હોવાના પુરાવા રજુ કરેલા હતાં. અને તે રીતે વિશાલકુમાર ની સુચનાથી જ ફરીયાદી તથા સાહેદોએ માધાભાઈ ને પૈસા આપેલા હોય અને એગ્રીમેન્ટ પણ વિશાલકુમાર સાથે થયેલા હોય અને માધાભાઈ માત્ર એજન્ટ તરીકે રોકાયેલા હોય તેઓએ કોઈ છેતરપીડી કરેલ ન હોય કે, વિદેશ મોકલવા સંબંધે ડાયરેક તેઓને કાંઈ લેવા દેવા ન હોય અને જે કાંઈ કામગીરી અને કાર્યવાહી કરેલા હોય તે વિશાલકુમાર અનાવતે કરવાની હોય તેવુ ડોક્યુમેન્ટ ઉપરથી પુરવાર થતુ હોય તેવી વિગતવાર દલીલ ક૨તા તેમજ કેસ ચલાવવાની સતા કુતિયાણા કોર્ટને હોય અને પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલી હોય તેમજ અન્ય તહોમતદારોને જામીન મુકત કરવામાં આવેલા હોય તેવી દલીલ ક૨તા કોર્ટ દ્રારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા જામીન અરજી સાથે રજુ થયેલ ડોકયુમેન્ટરી આધારો તથા એડવોકેટ ભરતભાઈ લાખાણી ની દલીલ ઘ્યાનમાં લઈ માધાભાઈ રાઠોડ ને પણ શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમા આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments