રાજકોટ : 2016 થી 2020 ગુજરાત “પ્રદેશ યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી” તરીકેની અને સૌરાષ્ટ્ર યુવા ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી છે. 2022 વિધાનસભાની ચુંટણીમાં પ્રદેશભાજપ દ્વારા જસદણ વિધાનસભા સીટના ઇન્ચાર્જ બનાવવામાં આવેલ જે ચુંટણીમાં હાલના રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વિજેતા બનેલ. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ઉતરાખંડની ચુંટણીમાં સિતારગજ અને કીરછા એમ બે વિધાનસભા સીટના ઇન્ચાર્જ તરીકે નિમણુક કરેલી અને 20 દિવસ ત્યાં મુકામ કરેલ. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમજ મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં યુવા મોરચાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સુપેરે નિભાવી છે. 2019 જસદણની પેટા ચુંટણીમાં યુવા બાઇકરેલી ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી અને જસદણમાં ઐતિહાસિક કહેવાય એવી હજારોની બાઈક રેલી કાઢી, 2019માં મોરબી પેટા ચૂંટણીમાં પણ તેઓ મોરબી વિધાનસભા સીટના પ્રદેશ યુવા મોરચાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારીમાં હતા અને પોરબંદર લોકસભા સીટ પર 2019માં યુવા મોરચાના પ્રતિનિધિ તરીકે નિરીક્ષકની જવાબદારી નિભાવી હતી., 2005થી આ જ પર્યત્ન રાજકોટ શહેર ભા.જ.5. કારોબારીમાં આમંત્રિત સભ્ય છે. 2012 થી 2016 ગુજરાત યુવા ભાજપામાં પ્રદેશ કારોબારી આમંત્રિત સદસ્ય.
સંઘ પરિવાર ક્ષેત્રે અનુભવ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થી કારકિર્દી શરુ કરી 1995 માં રાજકોટ મહાનગરના સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવી, નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2007માં યુથ ઓફ ગુજરાત” નામના સંગઠનની સ્થાપના કરીને 15000 વિદ્યાર્થીઓનું યુવા સંમેલન મોદીજી ની હાજરીમાં કરેલ,
વહીવટી અનુભવ R.M.C. સ્ટેન્ડિંગ
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે 2021 થી ચુંટાઈને અવિરત પણે પાંચે-પાંચ વર્ષ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે સેવા આપેલ છે અને દરેક દરખાસ્તનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ક્ષેત્રનો અનુભવ
2002માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સિન્ડિકેટમાં માત્ર 24 વર્ષની ઉંમરે ચૂંટાયા છે જે આજે પણ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયે ચુંટાવાનો વિક્રમ છે, 2002થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે મે-2022 સુધી સળંગ ચૂંટણી જીતીને સેવારત રહ્યા છે.એમ કુલ 20 વર્ષનો અનુભવ છે. દસ વર્ષ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય તરીકે પણ ચૂંટાઈને સેવા આપી છે. અઇટઙના પ્રતિનિધિ તરીકે 2001 થી 2022 સુધી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કાયદા વિદ્યાશાખાની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટની સીટ ઉપરથી સૌ પ્રથમવાર ચુંટાયા,
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (G.T.U.)ક્ષેત્રનો અનુભવ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ત:પિત ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી “ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી”માં મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકાર દ્વારા “બોર્ડ ઓફ ગવર્નન્સ’માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના સમયગાળામાં ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવેલ હતી.
2021 થી 2026 માં કોર્પોરેટર તરીકેનું પ્રદાન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ પર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટ” ના નેજા હેઠળ વોર્ડ નંબર 7 માં સ્વચ્છ ઘર સ્વચ્છ પરિવાર” પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ પોતાની રીતે દર મહીને એક વિસ્તારના રૂપિયા 25000 ભોગવતા આવીયા છીએ શરૂઆત થી લઇ ને આજ દિન પર્યત સુધી આ પ્રોજેક્ટ શરુ છે અને ભવિષ્યમાં આ પ્રોજેક્ટને સમગ્ર રાજકોટમાં આવરી લેવામાં આવશે તેમજ આ પ્રોજેક્ટમાં જે વિસ્તારમાં ટીપર વાન પહોંચી નથી શકતી તેમજ કોર્પોરેશનનું તંત્ર કચરો ઉપાડી નથી શકતું એ વિસ્તારમાં ડસ્ટબિન અને ત્રણ મહિના ચાલી શકે તેટલી કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરેલ માઈક્રોનની પ્લાસ્ટિક બેગ આપીને પોતાની વધુમાં વધુ ગ્રાન્ટ આ કાર્યમાં ફાળવેલ છે. અને વોર્ડ નંબર 7માં આવેલ ધાર્મિક સ્થળો તેમજ તમામ રેસિડેન્શિયલ ફ્લેટ્સમાં પાંચ વર્ષ દરમિયાન ડસ્ટબિન અને પ્લાસ્ટિક બેગ પહોંચાડેલ છે જેના કારણે વોર્ડ નંબર 7ને શહેરમાં સ્વચ્છતા જાળવવામાં ખુબ સરળતા રહેલ છે. ધાર્મિક સ્થળોમાં દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિના વિસ્તરણ માટે સ્વ ખર્ચે બાંધકામની સહાય. આંગણ વાડીના માધ્યમથી 138 કુપોષિત બાળકોને પોષણ યુક્ત ખોરાકથી નોર્મલ સ્વાસ્થ્ય કર્યું. દર મહીને અંદાજે 800 બાળકોને વિટામીન યુક્ત ખોરાક અપાય છે. જે નબળા વિસ્તારમાં જરૂરિયાત હોઈ એ વિસ્તાર કે જેમાં કોર્પોરેશન બે વર્ષથી કામ નથી કરી શક્યું એ વિસ્તારમાં વર્ષ 2025-2026ની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી તેમજ પોતાની રીતે લોક ફાળો કરીને કામ શરુ કરાવેલ છે. છેલ્લા બે વર્ષથી ગરીબ વર્ગને ઉપયોગમાં આવતો જાગનાથ સ્થિત એલ લવ્ય હોલ કે જે ગરીબ વર્ગ પોતાના સારા માઠા પ્રસંગે ઉપયોગ કરતા એ હોલમાં ગ્રાન્ટ ફાળવેલ છે જે કોર્પોરેશનનું જ છે જેમાં કોર્પોરેશન એમના બજેટમાં પહોચી નહોતું શકતું જેમાં મારી ગ્રાન્ટ ફાળવેલ છે જેથી ગરીબ વિસ્તારના લોકોને ઉપયોગી થાય. વોર્ડ નંબર 7 માં જેટલી ફ્લેટ્સ દીઠ સોસાયટી છે તેમાં ડસ્ટબિન અને પ્લાસ્ટિક બેગ ત્રણ મહિના સુધી ચાલી શકે તેટલી વહેચણી કરેલ છે. વર્ષો જુનો વેપારીઓનો ખાસ કરીને કે જુનું રાજકોટ કહેવાય તે રાજકોટના વેપારીઓનો પાથરણા વાળા દબાણ કરીને ખુબ માથાકૂટ કરીને હેરાન કરતા આ પ્રશ્ર્ન કોર્પોરેશનના તંત્રની મદદ થી ખુબ સરસ રીતે ઉકેલ કરેલ છે.
શૈક્ષણિક ક્ષેત્રે
એચ.એન.શુક્લ કોલેજની સ્થાપના વર્ષ 1999-2000માં કરીને માત્ર 1 ડીગ્રી કોર્ષ અને 30 વિદ્યાર્થીઓ સાથે કરી, આજે એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસમાં પરિવર્તિત કરીને કુલ 28 કોર્ષ સાથે અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ સાથે સૌરાષ્ટ્રનું અગ્રેસર શૈક્ષણિક ગ્રુપ છ.
આર્યવીર શૈક્ષણિક સંકુલ (કુવાડવા)ના પ્રમુખ છે.
સામાજિક ક્ષેત્રે
ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવે છે અને આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મેમ્બર ઓફ ધ ગવર્નન્સ” છયમયિતતફહ ઈજ્ઞળળશિિંંયય અમદાવાદ ના મેમ્બર 2022ના રોજ નિયુક્ત થયા છે.
2011થી સમગ્ર ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશન”ના તેઓ પ્રમુખ છે.
સ્પોર્ટ્સ
ક્રિકેટ અને બેડમિન્ટનના સારા પ્લેયર છે.

