રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ તરીકે મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણિયા તથા દંડક સંજયસિંહ રાણાની વરણી થઈ છે ત્યારે તમામ નવનિયુક્ત પદાધિકારીઓને આવકારી શુભેચ્છાસહ અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના હૃદયસ્થાને વસેલું રાજકોટ આજે માત્ર એક શહેર નહીં, પરંતુ વિકાસની ગતિશીલ ઓળખ બની ગયું છે. વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને શહેરી સુવિધાઓના ક્ષેત્રે સતત આગળ વધી રહેલું આ શહેર આજે સાચા અર્થમાં સ્માર્ટ સિટી તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે.રાજકોટના વિકાસના પાયાના પથ્થર તરીકે પૂર્વ નેતાઓ અરવિંદભાઈ મણિયાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા વજુભાઈ વાળા દ્વારા જે મજબૂત આધારશિલા મૂકી હતી, તેના પરિણામે રાજકોટ આજે વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ શહેરી વિકાસ, નાગરિક સુવિધાઓ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુશાસનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી શહેરને લઈ જશે અને સર્વાંગી વિકાસ ની ગતિ પુરપાટ ઝડપે આગળ વધસે. રાજ્ય અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસન હેઠળ રાજકોટને મળેલી વિકાસયાત્રા આજે સ્પષ્ટ દેખાઈ રહી છે. સડકોથી લઈને સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજથી લઈને ડિજિટલ સેવાઓ સુધી-શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત આધુનિક બની રહ્યું છે.
વધુમાં રાજુભાઇ ધ્રુવએ જણાવેલ કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને વિકસિત ભારતના વિઝનના પરિણામે દેશભરના શહેરોમાં આધુનિકીકરણની લહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી, શહેર ભાજપ પ્રભારી અનિરુદ્ધભાઈ દવે અને શહેર પ્રમુખ ડો. માધવભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ નવી ટીમના નેતૃત્વ હેઠળ રાજકોટ મહાનગરપાલિકા વિકાસની નવી ગતિ, નવી દિશા અને નવી ઊંચાઈઓ સર કરશે તેવી મજબૂત આશા વ્યક્ત કરતાં રાજુભાઇ ધ્રુવએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા આગામી સમયમાં વિકાસ, સુશાસન, નાગરિક સુવિધાઓ અને શહેરના આધુનિકીકરણ ક્ષેત્રે વધુ તેજ ગતિએ આગળ વધશે. તેમં અંતમાં, નવનિયુક્ત પદાધિકારીઓના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવતા રાજુભાઇ ધ્રુવ દ્વારા રાજકોટ શહેરને વિકાસના નવા શિખરો સુધી લઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

