HomeLocal Newsમોરબી મહાનગરપાલિકામાં સતવારા સમાજને સ્થાન નહિ મળતા નારાજગી!

મોરબી મહાનગરપાલિકામાં સતવારા સમાજને સ્થાન નહિ મળતા નારાજગી!

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર ચુંટણી થઇ ચુકી છે જેમાં સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી એટલું જ નહિ સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યોમાં પણ સતવારા સમાજનો છેદ ઉડાડી દેતા નારાજગી જોવા મળી રહી છે.
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની સીટ ઓબીસી સમાજ માટે અનામત હોવાથી વાણંદ સમાજના યુવા ચહેરાને મેયરનો તાજ પહેરાવવામાં આવ્યો છે તેમજ ડેપ્યુટી મેયરમાં સોની સમાજને સ્થાન મળ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં પાટીદાર સમાજના અગ્રણીને ચેરમેન પદ આપવામાં આવ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કુલ 12 સભ્યોમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વપૂર્ણ પદોમાં ક્યાય સતવારા સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને બાદ કરતા 11 સભ્યોનો સમાવેશ કરી સકાય તેમ હતું પરંતુ તેમાં પણ પાટીદાર સમાજને મહત્વ આપી સતવારા સમાજની બાદબાકી કરવામાં આવી છે
જેથી સમાજ આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વિધાનસભા ચુંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે સતવારા સમાજની દરેક સ્થાનેથી બાદબાકી ભાજપ માટે નવી મુશ્કેલી બને છે કે કેમ તે વિધાનસભા ચુંટણી સમયે સ્પષ્ટ થશે પરંતુ હાલ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તે હકીકત છે
મોરબી મહાનગરપાલિકા મત વિસ્તારમાં પાટીદાર બાદ સૌથી વધુ વસ્તી સતવારા સમાજની છે સતવારા સમાજના 7 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે અને આવડી મોટી વસ્તી અને મોટાભાગે સમાજનું મતદાન ભાજપ તરફી હોવા છતાં પણ સમાજને ક્યાય સ્થાન મળ્યું નહિ તે આગેવાનોને ખટકી રહ્યું છે
સતવારા સમાજ માત્ર અંદરોઅંદર નારાજ હોય તેવું પણ નથી નારાજગી સોશ્યલ મીડિયામાં ખુલીને જોવા મળી રહી છે ફેસબુક, વોટ્સએપ સહિતના માધ્યમોમાં વિરોધના સુર ઉઠી રહ્યા છે અને સમાજને અન્યાય થયાનો ભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments