અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો હોવાથી તેની અસર હવે મોબાઈલ ફોન ઉપર પણ દેખાઈ રહી છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકોના મોબાઈલ ઝડપથી ગરમ થઈ જતા હોવાની સમસ્યાઓ વધી રહી છે. લાંબા સમય સુધી ગેમ રમવી, વીડિયો જોવો, રીલ્સ ચલાવવી અથવા વીડિયો શૂટિંગ કરવાથી મોબાઈલનું પ્રોસેસર અને ડિસ્પ્લે વધુ ગરમ થઈ જાય છે. સાથે જ સીધો સૂર્યપ્રકાશ મોબાઈલ ઉપર પડતો હોય ત્યારે પણ ફોનનું તાપમાન વધી જાય છે.
અમરેલી શહેરમાં મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલનું કામ કરતા શૈલીનભાઈએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ગરમીના કારણે અનેક લોકો મોબાઈલ ગરમ થવાની ફરિયાદ લઈને આવી રહ્યા છે. ખાસ કરીને ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરનારાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓએ જણાવ્યું કે ગરમીમાં મોબાઈલને યોગ્ય રીતે ઉપયોગમાં લેવો ખૂબ જરૂરી બની ગયો છે.
મોબાઈલ ગરમ થવાના ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. ઉનાળામાં બહારનું તાપમાન વધારે હોવાના કારણે જો મોબાઈલ સીધા તડકામાં રાખવામાં આવે તો તે ઝડપથી ગરમ થઈ જાય છે. ઉપરાંત સતત ગેમિંગ કરવાથી અથવા લાંબા સમય સુધી વીડિયો જોવાથી પ્રોસેસર પર વધુ ભાર પડે છે. ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો બેટરી અને પ્રોસેસર બંને ગરમ થાય છે, જેના કારણે ફોન વધુ હીટ થવા લાગે છે.
તે સિવાય ઘણી એપ્લિકેશનો બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતી હોય તો છઅખ અને ઈઙઞ ઉપર વધારાનો ભાર પડે છે. નકલી અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવાથી પણ બેટરી ગરમ થવાની શક્યતા વધી જાય છે. સતત ઈન્ટરનેટ, ૠઙજ અને ઇહીયજ્ઞિંજ્ઞવિં ચાલુ રાખવાથી પણ બેટરી વધુ કામ કરતી હોવાથી મોબાઈલનું તાપમાન વધી શકે છે. જૂની અથવા ખરાબ બેટરી પણ ગરમીનું એક મુખ્ય કારણ બની શકે છે.
મોબાઈલને ગરમ થવાથી બચાવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવવાની જરૂર છે. મોબાઈલને સીધા તડકામાં ન રાખવો જોઈએ. ચાર્જિંગ દરમિયાન ગેમિંગ અથવા વીડિયો ચલાવવાનું ટાળવું જોઈએ. બેકગ્રાઉન્ડમાં ચાલુ એપ્સ બંધ રાખવાથી ફોન ઉપરનો ભાર ઓછો થાય છે. હંમેશા ઓરિજિનલ ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરવો જોઈએ. જો મોબાઈલનું કવર ભારે હોય તો થોડા સમય માટે કાઢી દેવાથી પણ ગરમી ઓછી થઈ શકે છે.
સમયાંતરે ફોન છયતફિિિંં કરવો અને જજ્ઞરિૂંફયિ ઞામફયિં સમયસર કરવાથી પણ મોબાઈલની કામગીરી સારી રહે છે અને ગરમ થવાની સમસ્યા ઘટે છે. ઉનાળાની આ ગરમીમાં મોબાઈલનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી બન્યો છે, જેથી ફોનની બેટરી અને અન્ય ભાગોને નુકસાનથી બચાવી શકાય. ફોનના બેક કવર કડક રાખવાના બદલે મુલાયમ રાખવા તથા મોબાઈલ કવર પાછળ અનેક લોકો ચલણી નોટ રાખે છે. તે પણ ન રાખવી જોઈએ.

