રાજકોટમાં SOGનું સરપ્રાઇઝ ચેકીંગ, પાનના ગલ્લા અને ચાની હોટલોમાં ફફડાટ
રાજકોટ શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લાઓ પર ખાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ચેકીંગ દરમિયાન પાનના ગલ્લાઓ પર વેચાતા ઈ-સિગારેટ, ગાંજા પીવા માટેના ગોગો પેપર્સ સહિત પ્રતિબંધિત સામગ્રી અંગે તપાસ કરવામાં આવી હતી. SOGની જુદી જુદી ટુકડીઓ શહેરભરમાં એકસાથે ઉતરી ચેકીંગ હાથ ધરતા અનેક પાનના ગલ્લા અને ચાની હોટલોના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ સતર્ક હોવાનું સ્પષ્ટ થયું છે.
