ભારતમાં આગામી વસતીગણતરી સંબંધિત શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસતીગણતરી માટે રૂ. 11,718 કરોડના વિશાળ બજેટને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા અનુસાર, આ વસતીગણતરી બે તબક્કામાં હાથ ધરાશે.
પ્રથમ તબક્કો (ઘરગથ્થું યાદી): એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે કરવામાં આવશે.
બીજો તબક્કો (મુખ્ય વસતીગણતરી): ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વસતીગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી વધુ સચોટ અને ઝડપી માહિતી પ્રાપ્ત થઈ શકે.
