2 September, 2024
Home Blog Page 20
શેરબજારમાં તેજી : ઈન્વેસ્ટરોને 80 લાખ કરોડની થઇ કમાણી...
ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીમાં ધમધમી રહ્યું છે.ઈતિહાસમાં પ્રથમ વખત 80.000 ની સપાટી પાર કરી છે. આ પૂર્વે 11 ડીસેમ્બર 2023 ના રોજ 70,000 તથા 9 એપ્રિલ 2024 ના રોજ ચુકવવાનું લેવલ ક્રોસ કર્યું છે. એકધારી તેજી વચ્ચે બીએસઈમાં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઈઝેશનમાં 445 લાખ કરોડને આંબી ગયુ છે. છેલ્લા છ માસમાં તેમાં 80 લાખ કરોડનો વધારો થયો છે. અર્થાત...
ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું...
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ બાર્બાડોસમાં ફસાયેલી ભારતીય ટીમને લઈને એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ અંગે એર ઈન્ડિયા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વાસ્તવમાં એવા અહેવાલ સામે આવ્યા છે કે આ ફ્લાઈટ અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્કથી દિલ્હી જવાની હતી, પરંતુ તેને બાર્બાડોસ મોકલવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આના કારણે નેવાર્ક એરપોર્ટ પર મુસાફરો પરેશાન થયા હતા. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ...
કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ
લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને...
મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી
ચોમાસાએ પોતાના નિશ્ચિત સમયથી પહેલા એટલે કે બે જુલાઈથી જ પુરા દેશને કવર કરી લીધો છે. દેશના મોટાભાગના રાજયોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. પુર્વોતરના ભાગમાં હાલત વધુ ખરાબ છે. મણીપુર અને આસામમાં વરસાદ અને પુરની સ્થિતિ બની ગઈ છે. મણિપુરમાં સ્કુલ-કોલેજ ગુરુવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જયારે નાગાલેન્ડમાં વીતેલા કેટલાક દિવસોમાં વરસાદ સંબંધી ઘટનાઓથી લગભગ પાંચ લોકોના...
પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી:એક અઠવાડિયામાં બીજી વખત અપોલો હોસ્પિટલમાં દાખલ:નિરીક્ષણ હેઠળ : તબિયત સ્થિર
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને 7 દિવસમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા અનુભવવાને કારણે તેમને બુધવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડો. વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે. આ પહેલા 26 જૂને પણ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમને...
રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ- "રક્ષા મંત્રીએ શિવજીની સામે દેશ સમક્ષ ખોટું બોલ્યા" : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NDA સરકારના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પર સંસદમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર વીડિયો શેર કરતા આ વાત કહી અને રાજનાથ સિંહ પાસેથી માફીની માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું, મેં સંસદમાં કહ્યું કે સત્યની રક્ષા દરેક ધર્મનો આધાર છે. તેના જવાબમાં રાજનાથ સિંહે શિવજીના ફોટાની સામે વળતર અંગે સમગ્ર...
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?તેમજ તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય આ બધું જ ચાલો જાણીએ આજના આ રાશિફળમાં …
રાશિફળ જોતા પહેલા આજના પંચાંગ,નક્ષત્ર જોઈ લઈએ તો આજે વિક્રમ સવંત 2080, જેઠ વદ ચૌદસ છે.તારીખ 4 જુલાઈ 2024, અને ગુરુવાર છે.સૂર્યોદયનો સમય 05:07 અને સૂર્યાસ્તનો સમય 7:35 રહેશે .આજનું નક્ષત્ર મૃગશીર્ષા છે. આજની જન્મ રાશિ વૃષભ છે.માટે આજ જન્મ લેનાર બાળકોની રાશિ પણ વૃષભ રહેશે. આજનું રાશિફળ મેષ રાશિફળ તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. પૈસા કમાવવાની નવી તકો...
ધીરેન્દ્ર શાસ્ત્રીની ભકતોને કરી અપીલ: આવતીકાલે મારા જન્મદિને બાગેશ્વર ધામ ન આવતા ....
હાથરસમાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિના સત્સંગ સમાગમમાં ભીડમાં મચેલી ભાગદોડથી મોટી સંખ્યામાં ભાવિકોના મોત થતા તેની અસર બાગેશ્વરધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર થઈ છે. ખરેખર તો તેમનો આવતીકાલે જન્મ દિવસ હોઈ તેમણે પોતાના ભકતોને સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે, આવતીકાલે તેમના જન્મ દિવસે તેઓ બાગેશ્વર ધામ ન આવે. કેટલાક સમય પહેલા કહેવાતા ચમત્કારોને લઈને ચર્ચામાં આવેલા...
ચોમાસામાં સ્વાસ્થ્ય સાથે જૂની કારની પણ આ રીતે રાખો સંભાળ , નહીં તો રસ્તામાં કરશે પરેશાન
જો તમારી પાસે જૂની કાર હોય તો આ વરસાદની ઋતુમાં તેની યોગ્ય રીતે દેખરેખ રાખવી જરૂરી છે. નહીં તો રસ્તામાં તમારી કાર બગડી શકે છે.ભારતમાં ચોમાસુ શરુ થઇ ગયું છે. અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એવામાં જો તમારી પાસે કોઈ જૂની કાર હોય તો તેનું આ ઋતુમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે હાલમાં જૂનામાં કાર...
શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ ...
આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતો ખરાબ થઈ ગઈ છે અને તેની અસર વાળ પર પણ પડે છે. વાળ ખરવા એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે જેથી તેનો જલદી ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે. આ હેર ઓઈલ ખરતા વાળની સમસ્યાને રોકે છેવાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ...
error: Content is protected !!
Subscribe for notification