રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડૉ. પાર્થ પંડ્યા ઉપર થયેલા હુમલાના કેસમાં જુનિયર ડોક્ટર એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે. હડતાલના પગલે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો માત્ર ઇમરજન્સી વિભાગમાં જ ફરજ બજાવશે, જ્યારે અન્ય વિભાગોની સેવાઓ સ્થગિત રહેશે.
ડોક્ટરો દ્વારા આરોપી જયદીપ ચાવડાનું ઘટનાસ્થળ પર રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માગ ઉઠાવવામાં આવી છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ બને. આ દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે 29 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં આ મારામારીની ઘટના બની હતી. ઘટનાને પગલે ડોક્ટરોમાં રોષ ફેલાયો છે અને હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો: જુનિયર ડોક્ટરોની હડતાલ, સારવાર વ્યવસ્થા પર અસર
RELATED ARTICLES
