ચલાલા નગરપાલિકાના રોજમદાર સફાઇ કામદારો ના પગારો માથી સરકારશ્રીના નિયમ અનુસાર ઈ.પી.એફ. કાપવાના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા હતા..સફાઈ કામદારો ની હડતાલ ના આજે ત્રીજા દિવસે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીએ સફાઈ કામદારોને પી.ઇ.એફ. વહેલી તકે આપવાની લેખિત બાંહેધરી આપતા સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધીછે.. અને કાલ સવાર થી કામે ચડી જવાના છે..તેવુ જાણવા મળેલછે.. જાણવા મળેલી વિગત મુજબ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ છેલ્લા બે એક વર્ષથી પોતાના પગારમાંથી સરકારી નિયમ મુજબ પી.ઈ.એફ. કપાવવાની લેખિત અને મૌખિક રજૂઆતો અનેક વખત બઘા સફાઇ કામદારો સાથે મળી ને કરતા હતા..અને વઘુ મા રજૂઆત કરતા જણાવેલ કે ચલાલા નગરપાલિકા દ્રારા ઓફીસ,પાણીપુરવઠા,ઇલેકટ્રીક,ડ્રાઇવરો સહિત ના તમામ રોજમદાર કર્મચારીઓ ના પગાર માથી પી.ઇ.એફ. કાપવામા આવેછે..તો માત્ર અમારા સફાઈ કામદારો નાજ પગાર માથી પી.ઇ.એફ કેમ નથી કપાતુ..નગરપાલિકા તંત્ર અમારૂ વર્ષો થી વ્યવસ્થિત શોષન કરી રહ્યા છે..પગારમાથીપી.ઇ.એફ કાપવાના મુદે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરતા આવ્યા છે.. આખરે રજૂઆત કરી થાકીને પરમ દિવસે તારીખ 28,11 ના બપોર પછી સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. ત્યારબાદ આજે તારીખ 30 ના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ લેખિત બાંહેધરી આપી અને વહેલી તકે તમારા પી.ઇ.એફ. કાપવાનું ચાલુ કરી દેવા માટેના પ્રયત્નો કરીએ છીએ એવું લેખિત ખાત્રી મળતા આજરોજ સફાઈ કામદારો પોતાની હડતાલ સમેટી લીધી છે અને આવતીકાલ તા1 થી ફરી પાછા કામ પર ચડી જવા નું જાણવા મળેલ છે બે દિવસની સફાઈ હડતાલમાં શહેરમાં ઠેક ઠેકાણે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા હતા..હડતાલ સમેટાઇ જતા ગ્રામજનોએ પણ રાહત અનુભવી છે..


