Friday, January 30, 2026
HomeLocal Newsહરિના પાવન ધામ હરદ્વાર ખાતે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત...

હરિના પાવન ધામ હરદ્વાર ખાતે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

માધુરીબેન ગોસ્વામીની દિવ્ય વાણી સાથે ગંગા તટે સાત દિવસીય આધ્યાત્મિક મહોત્સવ

હરિના પાવન ધામ હરદ્વાર ખાતે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

માધુરીબેન ગોસ્વામીની દિવ્ય વાણી સાથે ગંગા તટે સાત દિવસીય આધ્યાત્મિક મહોત્સવ

ગોસા(ઘેડ)તા : ૦૪/૧૧/૨૦૨૫
હરદ્વાર… ગંગાની ગોદમાં વસેલું પાવન તીર્થસ્થળ… જ્યાં પવનમાં પણ ભક્તિનો સ્પર્શ અનુભવાય અને જ્યાં દરેક પગલે દિવ્ય ઉર્જા અનુભૂતિ કરાવે તે જ ધરતી પર શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૨૬ના ફાગણ માસમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યાનયજ્ઞનું આયોજન થનાર છે.

આ સમગ્ર આયોજનનું કેન્દ્રબિંદુ છે પરમ આદરણીય વક્તા શ્રી માધુરી બેન ગોસ્વામી. તેમની દિવ્ય, સંવેદનશીલ અને આત્મિય વાણી ગંગા તટે ભાવભીની વાતાવરણ સર્જશે, ભક્તોને આધ્યાત્મિક ચેતના તરફ દોરી જશે.

ગંગાના પવિત્ર કિનારે રોજિંદી જીવનના કલહથી દૂર, સાત દિવસ સુધી ભક્તિ, જ્ઞાન અને શાંતિની અનુભૂતિ કરાવતું આ યજ્ઞ સનાતન પરંપરાની સાત્વિક ઊર્જાનું પ્રતિબિંબ બનશે.
હરિદ્વાર યાત્રા પ્રારંભ સવંત ૨૦૨૮૨ ને ફાગણ સૂદ ૩ ને શુક્રવાર તા.૨૦/૦૨/ ૨૦૨૬ ના થશે.અને ભાગવત કથા પ્રારંભ સવંત ૨૦૮૨ ફાગણ સુદ ૫ ને રવિવાર ના થશે.અને કથા વિરામ : શનિવાર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના થશે.કથા સમય સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ ના રાખવામા આવેલ છે હરિદ્વાર – પવિત્ર ગંગા તટ પર ભક્તો માટે આ માત્ર કથા નથી — આ છે આત્મસંવાદ, આત્મ જાગરણ અને ધર્માનુભૂતિ ની અનોખી યાત્રા સમાન બની રહેશે.અને યાત્રા વિરામ રવિવાર તા.૧૩/૦૨/૨૦૨૫ ને રવિવારના થશે
આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન વિશેષ તબીબી ટીમ તૈનાત રહેશે.જેમાં ડાયાબિટીસ ચેક-અપ,બી.પી. મોનીટરિંગ, અનિવાર્ય દવાઓ,તાત્કાલિક સારવાર,હેલ્થ એસેસમેન્ટ સહિત ની તબીબી સુવિધા રાખવા માં આવી છે આથી યાત્રાળુ ઓ અસ્વસ્થતાની ચિંતા વિના પૂરેપૂરી ભક્તિ સાથે યાત્રા કરી શકશે.

કથામાં જોડાવા ઇચ્છુક ભક્તો માટે પૂર્વ નોંધણી ફરજિયાત છે.
નોંધણી માટે સંપર્ક કરો ભરતભાઈ ગોસાઈ – ૯૮૨૫૯૩૧૧૮૮ કથામાં નામ નોંધાવાવ માટે છેલ્લી તારીખ : ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ રાખવામાં આવી છે ત્યારે આ ભાગવત જ્ઞાન યજ્ઞ માં જોડાવા કથામાં આવવા માટે ભક્તજનોના સ્થાનો મર્યાદિત હોવાથી સમયસર નોંધણી કરવા ટ્રસ્ટ દ્વારા વિશેષ અપીલ કરવામાં આવે છે
રિપોર્ટર: વિરમભા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments