“ભૌન ભૌન…”, રેણુકા ચૌધરીએ કૂતરા વિવાદ પર વિશેષાધિકાર પ્રસ્તાવ પરના પ્રશ્નના જવાબમાં કહ્યું.
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં પોતાની કારમાં પાલતુ કૂતરાને લાવીને વિવાદ ઉભો કર્યો હતો. ભાજપે તેને સંસદીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી.બુધવારે સંસદ પરિસરમાં જ્યારે રેણુકા ચૌધરીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, “તમારી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે,” ત્યારે તેમણે કહ્યું, “નમસ્કાર, નમન….” અને આટલું કહીને તેઓ ચાલ્યા ગયા.


