Friday, January 30, 2026
Homeગુજરાતબ્રેકિંગ: રાજકોટ-અમદાવાદમાં બજાર બંધથી લઈને બ્રિજ ધરાશાયી અને પતંગદોરી અકસ્માત સુધી હલચલભર્યો...

બ્રેકિંગ: રાજકોટ-અમદાવાદમાં બજાર બંધથી લઈને બ્રિજ ધરાશાયી અને પતંગદોરી અકસ્માત સુધી હલચલભર્યો દિવસ

બ્રેકિંગ: રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાના ત્રાસથી બજાર બંધ
રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાના ત્રાસથી વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેપારીઓએ વિરોધ રૂપે બજાર બંધ રાખ્યું હતું. રસ્તા ઉપર વધતા દબાણ અને અવારનવાર થતા ઝઘડાને લઈને વેપારીઓએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
🔴 બ્રેકિંગ: રાજકોટ-ગોંડલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
રાજકોટ-ગોંડલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
🔴 બ્રેકિંગ: કોરાટ ચોકથી ટીલાળા ચોક બ્રિજ ધરાશાયી મામલે રૂડાના અધિકારીનું નિવેદન
રાજકોટના કોરાટ ચોકથી ટીલાળા ચોક તરફ નિર્માણાધીન બ્રિજના એક ભાગ ધરાશાયી થવાના મામલે રૂડા વિભાગના અધિકારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
🔴 બ્રેકિંગ: ધર્મેન્દ્ર રોડ-લાખાજીરાજ રોડ વિવાદ મામલે વેપારીઓ મનપા પહોંચ્યા
રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચે ચાલતા વિવાદને લઈને આજે વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. વેપારીઓએ રસ્તા ઉપરના દબાણ દૂર કરવાની માંગ કરી છે.
🔴 બ્રેકિંગ: અમદાવાદમાં પોલીસ દેવદૂત બની, પતંગની દોરીથી ઘાયલ યુવક બચાવ્યો
અમદાવાદના મેમકો બ્રિજ પર બાઇક ચલાવી રહેલા યુવકના ગળામાં પતંગની દોરી વાગતા ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે તાત્કાલિક હાજર રહેલા પોલીસ કર્મચારીઓ દેવદૂત બન્યા અને યુવકને બાઇક ઉપર જ હોસ્પિટલ પહોંચાડ્યો. મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલમાં યુવકના ગળામાં ૨૦ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments