મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ તરીકે મેયર શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણિયા તથા દંડક સંજયસિંહ રાણાની વરણી થવા બદલ નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા પંચાયતી રાજના અધ્યક્ષ ઉદય કાનગડએ હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશાં વિકાસલક્ષી રાજકારણ અને જનકેન્દ્રિત સુશાસન માટે પ્રતિબદ્ધ રહી છે. રાજકોટ શહેર ભાજપ શાશીત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ-રસ્તા ફ્લાયઓવર, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન, ગાર્ડન વિકાસ, રમતગમત અને આધુનિક નગરસુવિધાઓ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. શહેરના સર્વાગી વિકાસમાં રાજકોટ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવનિયુક્ત પદાધિકારીઓના અનુભ વી.યુવાન અને સેવાભાવી નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર વિકાસની નવતર દિશામાં આગળ વધશે તેમજ શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુવિધાસભર બનાવવા માટે નવી ઉર્જા સાથે કામગીરી થશે. જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ટીમ ભાવના સાથે કાર્ય કરી રાજકોટને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવામાં સફળતા મળશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્ર્વાસ ના મંત્રને સાકાર કરવા ભાજપના તમામ જનપ્રતિનિધિઓ સતત જનસેવામાં કાર્યરત છે અને રાજકોટ શહેરમાં વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસલક્ષી રાજકારણ અને જનકેન્દ્રિત સુશાસન માટે પ્રતિબદ્ધ રહી છે. ભાજપના કાર્યકર્તાથી લઈને પદાધિકારીઓ સુધી સૌ કોઈ સેવા એ જ સંગઠનના ભાવ સાથે સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા કાર્યરત છે. રાજકોટ શહેર આજે વિકાસ, સુશાસન અને જનવિશ્વાસનું મજબૂત મોડેલ બની રહ્યું છે. અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજકોટ શહેર જનસહયોગ અને સુશાસન દ્વારા વધુ પ્રગતિ કરે તેવી કામના વ્યક્ત કરી હતી.

