HomeLocal Newsસંજયનગર હોકર્સઝોનના ધંધાર્થીઓને વૈકલ્પીક જગ્યા ફાળવવા રજુઆત

સંજયનગર હોકર્સઝોનના ધંધાર્થીઓને વૈકલ્પીક જગ્યા ફાળવવા રજુઆત

મ્યુનિસિપલ કમિશનરને કરાઇ રજુઆત

શહેરના સંતકબીર રોડ પર આવેલ સંજયનગર હોકર્સ ઝોનના ધંધાર્થીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવયું છે કે, સંજયનગર હોકર્સઝોનના ધંધાર્થીઓ છેલ્લા 20 વીસ વર્ષથી સરકારના નિયત ધારાધોરણો મુજબ ધંધા-વ્યાપાર કરીએ છીએ. અમારી માર્કેટના રિનોવેશન હેતુ મહાનગરપાલિકા દ્વારા માર્કેટ ખાલી કરવા તથા નવા થડા બનાવી આપવા સુચના આપેલ હતી. જે અંતગર્ત અમોએ તમામ ચાર હોકર્સઝોન ખાલી કરી આપેલ હતાં.
હાલમાં તમામ ચાર હોકર્સઝોન ખાલી કરી બુલડોઝર ચલાવી અમોને અમારા ધંધા માટે કોઇ વૈકલ્પીક જગ્યા ફાળવેલ નથી. અમારા હોકર્સઝોન અંદાજીત 250 થી વધારે ધંધાર્થીઓ પોતાની રોજીરોટી માટે માત્ર પોતાના એકજ વ્યવસાય પર નિર્ભર હોય તેઓ અન્ય ધંધો કરી શકતા ન હોય તથા તમામ રોજમદારો હાલ આર્થિક સંકટમાં હોય અમોને યોગ્ય ઉતર આપવા વિનંતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments