HomeLocal Newsરાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપવા બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો અંત:પૂર્વક આભાર...

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપવા બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો અંત:પૂર્વક આભાર વ્યક્ત કરતા સંજયભાઈ પીપળીયા

રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસના સંકલ્પને વેગ આપવા માટે સતત ગ્રામીણ વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે આજે મને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.આ જવાબદારી સોંપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા,સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, અનિરુદ્ધભાઈ દવે, હિતેન્દ્રસિંહ ચૌહાણ,કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,સાંસદ પરસોત્તમ રૂપાલાજી, રામભાઈ મોકરિયાજી, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગીતાબા જાડેજા, ભાનુબેન બાબરિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,રાજકોટ જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડીયા અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ ના મંત્ર સાથે આગળ વધતા અમે રાજકોટ જિલ્લાના દરેક ગામને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે તમામ પદાધિકારીઓ અને સાથી સદસ્યઓ સૌ સાથે મળીને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ ગ્રામીણ વિકાસની મહત્વાકાંક્ષી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને જિલ્લાના છેલ્લા ગામ અને છેવાડા ના માનવી સુધી વિકાસ પહોંચાડવો અને ભાજપ ના શીર્ષ નેતૃત્વએ સોંપેલ જવાબદારી અને વિશ્વાસ ને પૂર્ણરૂપ થી સાર્થક કરીએ એજ અમારું પ્રાથમિક લક્ષ્ય રહેશે. રાજકોટ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ,બાળકો અને યુવાનોના જીવનમાં સુધારો અને સમૃદ્ધિ લાવવા માટે આધુનિક ખેતી,સિંચાઈ,રોજગારી, સ્વચ્છતા,આરોગ્ય,શિક્ષણ અને ડિજિટલ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે તેમ અંત માં સૌ નો આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયત નવ નિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયા,ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા,શાસકપક્ષ નેતા પારૂલબેન કણસાગરા, દંડક અમરશીભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments