HomeLocal Newsકાર્યસ્થળ પર અન્યાય સામે મહિલાઓનું ડિજિટલ હથિયાર એટલે ‘જઇંય-ઇજ્ઞડ્ઢ’ પોર્ટલ

કાર્યસ્થળ પર અન્યાય સામે મહિલાઓનું ડિજિટલ હથિયાર એટલે ‘જઇંય-ઇજ્ઞડ્ઢ’ પોર્ટલ

આજે ભારતીય નારી આકાશ આંબી રહી છે. કોર્પોરેટ ઓફિસ હોય, સરકારી વિભાગો હોય કે સ્ટાર્ટ-અપ્સ, દરેક જગ્યાએ મહિલાઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે. પરંતુ આ પ્રગતિ પાછળ એક એવો અંધકાર પણ છુપાયેલો હોઈ શકે છે, જેના વિશે વાત કરતા આજે પણ ઘણી મહિલાઓ ખચકાય છે.
કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી એક એવી કડવી વાસ્તવિકતા છે જે મહિલાઓની પ્રગતિને રૂંધે છે. ઘણીવાર નોકરી ગુમાવવાનો ડર, સામાજિક બદનામી કે સંસ્થામાં કોઈ યોગ્ય સુનાવણી ન થવાને કારણે મહિલાઓ ચૂપચાપ અન્યાય સહન કરી લે છે અથવા તો કંટાળીને નોકરી છોડી દે છે.
પરંતુ હવે સમય બદલાયો છે, કારણ કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશની દરેક ’વર્કિંગ વુમન’ને એક એવું ડિજિટલ હથિયાર આપ્યું છે જે બંધ બારણે થતા અન્યાયનો પર્દાફાશ કરી શકે છે, જેનું નામ છે જઇંય-ઇજ્ઞડ્ઢ એટલે કે ’જયડ્ઢીફહ ઇંફિફિતળયક્ષિં યહયભિિંજ્ઞક્ષશભ ઇજ્ઞડ્ઢ’.
આ સત્તાવાર ઓનલાઈન પોર્ટલ કોઈ સામાન્ય ડિજિટલ ફરિયાદ પેટી નથી, પરંતુ દેશના ઐતિહાસિક ઙઘજઇં અભિ,ં 2013 (વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ કાયદો)ને જમીની સ્તરે મજબૂતીથી અમલમાં લાવવાનું એક સશક્ત માધ્યમ છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક કાર્યરત મહિલાને સુરક્ષિત, ગરિમાપૂર્ણ અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવાનો છે.
આ વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે પોર્ટલ પર ફરિયાદ કરનાર મહિલાની ઓળખ અને માહિતીને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે, જેથી તે કોઈપણ ભય કે સંકોચ વગર ન્યાય માટે અવાજ ઉઠાવી શકે છે. મોટાભાગના લોકો એવું માને છે કે આવા સરકારી પોર્ટલ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ હોય છે, પણ કાયદા મુજબ આ પોર્ટલની સીમા અત્યંત વ્યાપક છે.
દેશની કોઈપણ સરકારી, અર્ધ-સરકારી કે સંપૂર્ણપણે ખાનગી કંપનીમાં કામ કરતી મહિલા આનો લાભ લઈ શકે છે. તેમાં પણ હોદ્દા કે કામના પ્રકારનો કોઈ ભેદભાવ નથી, પછી ભલે તે મહિલા કાયમી કર્મચારી હોય, કોન્ટ્રાક્ટ પર હોય, હંગામી સ્ટાફ હોય, ટ્રેઇની, ઇન્ટર્ન કે ઘરકામ કરતી મહિલા હોય, તે ન્યાય મેળવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ મહિલા ઓફિસમાં માત્ર ઈન્ટરવ્યુ કે બિઝનેસ મુલાકાત માટે ગઈ હોય અને ત્યાં તેની સાથે કોઈ અયોગ્ય વર્તન થાય, તો તે મુલાકાતી મહિલા પણ આ પોર્ટલ પર કાયદેસરની ફરિયાદ કરવા હકદાર બને છે.
ડિજિટલ ન્યાયની આ પ્રક્રિયાને અત્યંત સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. પીડિત મહિલાએ માત્ર મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની અને સંબંધિત સંસ્થાની જરૂરી વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરવાની રહે છે. બનેલી ઘટનાની વિગતવાર માહિતી આપવાની સાથે જો કોઈ ચેટ, ઈમેઈલ કે ઓડિયો-વિડિયો જેવા પુરાવા હોય તો તે દસ્તાવેજો પણ ત્યાં જ અપલોડ કરી શકાય છે. ફરિયાદ સબમિટ થતાં જ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ દ્વારા તેને સંબંધિત કંપનીની ઈન્ટરનલ કમિટી અથવા જિલ્લા સ્તરની લોકલ કમિટી પાસે કાનૂની કાર્યવાહી માટે ઓટોમેટિક મોકલી આપવામાં આવે છે.
આ પોર્ટલ માત્ર ફરિયાદ સ્વીકારીને અટકી જતું નથી, પરંતુ સમયમર્યાદા સાથે તેનું કડક ફોલોઅપ પણ લે છે. કાયદા અનુસાર, ફરિયાદ મળ્યાના માત્ર નેવું દિવસની અંદર જ સમગ્ર મામલાની તપાસ પૂર્ણ કરી અહેવાલ સોંપવો અનિવાર્ય છે. પીડિત મહિલા પોતાના યુઝર આઈડીથી ઓનલાઈન ચેક કરી શકે છે કે તેની ફરિયાદ પર અત્યાર સુધી શું એક્શન લેવાયા છે, અને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ ડિજિટલ ડેશબોર્ડ દ્વારા આ પ્રક્રિયાનું સીધું મોનીટરીંગ કરે છે, જેથી કોઈ સંસ્થા તપાસમાં વિલંબ ન કરી શકે.
આ નવો નિયમ દેશની તમામ નાની-મોટી કંપનીઓ અને સંસ્થાઓ માટે એક મોટી લાલબત્તી સમાન છે. કાયદા અનુસાર, જે પણ સંસ્થામાં દસ અથવા તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય, તેમણે ફરજિયાતપણે પોતાની આંતરિક સમિતિ એટલે કે ઈન્ટરનલ કમિટીની રચના ફરજિયાત કરવી અને હવે આ સમિતિની વિગતોને જઇંય-ઇજ્ઞડ્ઢ પોર્ટલ પર અપડેટ કરવી પણ અનિવાર્ય છે. નિયમોનું પાલન ન કરનારી કે બેદરકારી દાખવનારી કંપનીઓ સામે સરકાર દ્વારા કડક કાનૂની કાર્યવાહી અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
તેથી, જો તમારી સાથે અથવા તમારી આસપાસ કોઈ મહિલા સાથે કાર્યસ્થળ પર માનસિક કે શારીરિક રીતે કોઈ પણ પ્રકારની અયોગ્ય ચેષ્ટા કે જાતીય સતામણી થઈ રહી હોય, તો ચૂપ રહીને ગુનેગારના મનોબળને વધારશો નહીં. લેપટોપ કે મોબાઈલમાં, જઇંય-ઇજ્ઞડ્ઢ પોર્ટલ ( વિિંાંત://તવયબજ્ઞડ્ઢ.ૂભમ.લજ્ઞદ.શક્ષ/)નો ઉપયોગ કરી ગરિમાપૂર્ણ જીવન જીવવાના તમારા બંધારણીય અધિકારને સુરક્ષિત કરો, કારણ કે જ્યારે મહિલાઓ અન્યાય સામે અવાજ ઉઠાવશે, ત્યારે જ સમાજ અને કાર્યસ્થળમાં સાચો બદલાવ આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments