સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત વક્તા શ્રી પ. પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ઐતિહાસિક “સનાતન સેતુ હનુમંત કથા” આગામી 5, 6 ,7 જૂન 2026 ત્રણ દિવસ, દરરોજ રાત્રે 7 થી 11 રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન થનારું છે. આ ધાર્મિક મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે કાર્યાલયનું ઉદઘાટન તા. 24 -5- 2026 રવિવારે સાંજે 7:00 વાગે રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતે પૂજનીય સંતોના હસ્તે થનાર છે. જેમાં આ સંતોની ઉપસ્થિતિ રહેશે પ. પૂજ્ય રાઘવદાસજી મહારાજ – રામ લખન આશ્રમ માધાપર ચોકડી રાજકોટ, અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કૈલાસ આનંદગીરી મહારાજ- અલખનો ઓટલો ન્યારા ખંભાળા, પ.પૂજ્ય અનિકેત દાસજી – ઇસ્કોન મંદિર સેક્રેટરી રાજકોટ , પ. પૂજ્ય અનિલ મહારાજ- રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી ધર્મસંદેશ સમિતિ અધ્યક્ષ શ્રી, પ.પૂજ્ય રાધેશ્યામ બાપુ સાથે વિશેષ માર્ગદર્શક શુક્લ પ્રશાંતજી – બાગેશ્વર ધામ વ્યવસ્થા પ્રમુખની ઉપસ્થિતિ રહેશે. હનુમંત કથાને સફળ બનાવવા રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રની વિવિધ સામાજિક – ધાર્મિક, રાજકીય સંસ્થાના અગ્રણીઓ અને સ્વયં સેવકો પણ જોડાવવા લાગ્યા છે તેઓ પણ ઉદઘાટન કાર્યક્રમમાં સાથે ઉપસ્થિત રહેશે. “સનાતન સેતુ હનુમંત કથા” સફળ બનાવવા વિવિધ સંસ્થા ના હોદેદારો- સ્વયંસેવકઓ સાથે સૌરાષ્ટ્ર સનાતન સમિતિની આયોજન બેઠક તા. 22-5-2026 શુક્રવાર સાંજે યોજાય ગયેલ. જેમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા સાથે મુખ્ય આયોજન સમિતિમાંથી આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, મંગેશભાઈ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, પરેશભાઈ રૂપારેલિયા, રમેશભાઈ શિંગાળા,ડેનીશભાઈ આરદેસણા, વિજયભાઈ પારખીયા એ વિવધ સંસ્થાઓના હોદેદારો અને સનાતની સ્વયં સેવકો સાથે યોજાનાર ધાર્મિક મહોત્સવના આયોજન અને પૂર્વ તૈયારીઓની ચર્ચા કરેલ. ઉપસ્થિત સંસ્થાઓમાં હિન્દુ જાગરણ મંચ- મંગેશભાઈ દેસાઈ વિક્રમસિંહ પરમાર , સ્નેહલભાઈ શાહ, તુલસીભાઈ પટેલ, ધર્મ જાગરણ સમન્વય – અરવિંદભાઈ સોજીત્રા રમેશભાઈ શિંગાળા, શાંતનુ ભાઈ જીવાણી , દર્શકભાઈ ઘેટીયા,લઘુ ઉદ્યોગ ભારતી – દિનેશભાઈ ચાપાણી, દેવેન્દ્ર શર્મા, વિશ્વ હિન્દુ પરિષદ પરેશભાઈ રૂપારેલિયા, પંકજભાઈ તાવિયા દિલીપભાઈ દવે, સનાતન ધર્મ સંકલન સેવા સમિતિ માંથી- હર્ષિલ શાહ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન- પરેશભાઈ ખોખર, ઉમા સારથી ફાઉન્ડેશન- જ્યોતિબેન ટીલવા, સિંધી સોશિયલ ગ્રુપ- સુનિલભાઈ ટેકવાણી, વોર્ડ .11 કોર્પોરેટર – રક્ષિતભાઈ કલોલા, વોર્ડ નં.12 કોર્પોરેટર – કિરણ બેન હરસોડા અને મહિલા સમિતિ, વોર્ડ .17 કોર્પોરેટર કૌશિકભાઈ ટાંક અને સ્વયં સેવક સમિતિ, બડા બજરંગ મિત્ર મંડળ, પુરુષાર્થ યુવક મંડળ, ચમત્કારિક હનુમાનજી મંદિર ટ્રસ્ટીઓ – ધર્મેન્દ્ર ભગત, બ્રહ્માંડ ફાઉન્ડેશન – ડેનીશભાઈ આરદેસણા, સર લાખાજીરાજ રોડ વ્યાપારી એસોસિયેશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટીશ્રી હસુભાઈ કાચા, આપાગીગા યુવક મંડળ- રાજુભાઈ સોલંકી, ઉમિયા ફાઉન્ડેશન- રવિભાઈ ચાંગેલા, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ રાજકોટ જીલ્લો- સાગર ભાઈ પોપટ , હિન્દ સ્વરાજ સેવા સંસ્થાન, સરદારધામ- યતીનભાઈ રોકડ, સિંધી સમાજ – સુનિલભાઈ ટેકવાણી, રાષ્ટ્ર સર્વોપરી – રાજેન્દ્રભાઈ પંડ્યા, શેર વિથ સ્માઈલ એનજીઓ કાઠીયાવાડી ફાઉન્ડેશન કોઠારીયા રોડ હિરેનભાઈ એચ ગોસ્વામી શ્રી રામેશ્વર મહાદેવ તથા ખોડીયાર મંદિર યુવા મંડળ ટ્રસ્ટ નિલેશભાઈ ભટ્ટ, ભગવા ગૃપ – હર્ષદભાઈ રામાનંદી, જીગ્નેશ ભાઈ રામાવત, કારડીયા રાજપૂત અગ્રણી – મૌલિકસિંહ વાઢેર, વાલ્મિકી સમાજ અગ્રણી – સુરેખાબેન તથા યૌવન મેવાડા, વી કેન ગૃપ – ડો.પીના કોટક, ડો.શિવાની કોટક, અન્ય કાર્યકર્તા અલ્પેશ વાઘેલા, જયદીપ વાઢેર વગેરે કાર્યકર્તાઓ વિવિધ સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહેલ. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 5, 6 ,7 જૂન 2026 સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથા માં સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી સનાતનનીઓ આ ધાર્મિક મહોત્સવમાં આવનાર છે તો એ તમામ ભક્તો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રૂપે થઈ શકે તે માટે વિવિધ સમિતિઓ બનાવી અને સ્વયંભૂ તેમાં કાર્ય કરવા માટે સ્વયંસેવકો થનગનાટ છે. આ કાર્ય ને વિધિવત રીતે પ્રારંભ કરવા માટે પૂજ્ય સંતો ના કરકમલોથી તારીખ 24 મે 2026 રવિવાર સાંજે 7:00 વાગ્યે કાર્યાલય ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સર્વે સનાતની ભાઈઓ તથા બહેનો ને પધારવા સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તેમ જણાવ્યું છે.

