HomeLocal Newsપેટ્રોલ પંપ પર ખેડૂતો પાસેથી પુરાવા માંગવા એ ગેરકાનૂની છે, પૂરાવા માંગવા...

પેટ્રોલ પંપ પર ખેડૂતો પાસેથી પુરાવા માંગવા એ ગેરકાનૂની છે, પૂરાવા માંગવા હોય તો સબસીડી આપો

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા (ક્રાંતિ સંગઠન), ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા, મનરસિંહ રાઠોડ, ભુપતભાઈ પટેલ (ધારુકાવાળા), કાળુભાઈ રાઠોડ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પટેલ પ્રવિણભાઈ પડારીયા, રામદેવસિંહ જાડેજા, પટેલ નાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે પેટ્રોલપંપ પર ખેડુતો પાસે પુરાવા માંગવાની વાત ગેરવ્યાજબી છે. જો સબસીડી આપતા હોય અને પુરાવા માંગે તો થોડુ વ્યાજબી પણ લાગે.
તેઓએ જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યના 53 લાખ ખેડૂતો એક કરોડ પચાસ લાખ સર્વ નંબરમાં ખરીફ સીઝનમાં વ્યાજબી ભાવે સબસીડી આપી ડીઝલ વ્યવસ્થા કરવાની ખેડૂત એસોસિયેશન દ્વારા માંગ ઉઠાવાઇ છે.
આજે રાજ્ય ના ખેડૂતો ઉપરા છાપરી નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ માનવ સર્જિત આફત ને કારણે ખેડૂતો ને ખરીફ સીઝનમાં ખેતી કરવા માટે ડીઝલ સમયસર મળતુ નથી. મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલ ખલાસના પાટીયા મારેલા છે. સરકાર ડીઝલ અને પેટ્રોલનો પુરતો જથ્થો હોવાના બણગાં ફૂકે છે. સરકાર પાસે પૂરતો જથ્થો હોય તો ખેડૂતો પાસે ખેડૂત હોવાના દસ્તાવેજી પુરાવા શા માટે માગવામાં આવી રહ્યા છે?
અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર જો કોઈ ખેડૂત પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જશે તો તેને 7-12 , 8-અ ની નકલ અને ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ અને ટ્રેક્ટર ની આર.સી બુક જેવા પુરાવા આપવા પડશે અને આ પુરાવા આપ્યા બાદ ફક્ત 200 લીટર ડીઝલ આપવામાં આવશે. શાસક પક્ષ સાથે ઘરોબો ધરાવતા અને ધારાસભ્ય, સંસદ સભ્યોની ઓળખાણ હોય તેવા તેના મળતીયાઓ દ્વારા ડીઝલના મોટા મોટા બેરલો ભરી લીધા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અંદાજે 53 લાખ ખેડૂતો અને ટોટલ સર્વ નંબર એક કરોડ પચાસ લાખમાં વાવેતર કરવામાં આવે છે તો તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પડતર કિંમત થી ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે, વ્યાજબી ભાવે બીયારણ ખાતર જંતુનાશક દવા પણ્ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ડીઝલમાં સબસીડી આપવામાં આવે તો જ ખેડૂતો પાસે દસ્તાવેજી પુરાવા માંગી શકો. અન્યથા ખેડૂતોને કનડગત કરવાનું રાજ્ય સરકાર બંધ કરે. કારમી મોંઘવારીમાં સરકાર ડીઝલ પરનો ટેક્સ ખેડૂતો માટે સંપૂર્ણપણે માફ કરે.
તાજેતરમાં ડીઝલમાં ત્રણ રૂપિયા વધારવામાં આવ્યા છે અને ખાતરની એનપીકે 123216 માં ગુણીએ રૂ 300 વધારો અને એપીએસ 2020013 માં રૂ 700 જેવો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જે અચ્છે દિન બતાવનારી સરકારના અચ્છે દિનના સપનાઓ ચકનાચુર થયા છે.
ગઈકાલે રાજકોટના સંસદસભ્યે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ડીઝલ અને પેટ્રોલ માટે પૂરતો જથ્થો છે ગુજરાતના ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી તો પછી શા માટે ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે? તેવા સવાલો આ સંયુકત યાદીમાં ઉઠાવાયા છે.
ટોટલ ખેત ઉત્પાદન ખરીદવા ગામે ગામ વ્યવસ્થા કરવામાં આવે, ગુજરાત સિવાયના બીજા અનેક રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબુદ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો ખરીફ સીઝનમાં ટોટલ ખર્ચ સરકાર દ્વારા બીજી જુન સુધીમાં આપવામાં આવે. વીધે પંદર હજાર રૂપિયા તમામ જમીનનો વાવણીથી કાપણી સુધીનો ખર્ચ આપવામાં આવે. વધુમાં વિજ પોલ કંપનીઓ ખેડૂતોની મરજી વિરુદ્ધ વિજપોલ ખેતરમાં નાખે છે એ કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રોકવામાં આવે, ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય માસીક ભાડુ એક વિજ પોલ દીઠ એક લાખ રૂપિયા આપવામાં આવે, વાયરોનુ બજાર કિંમતના છ ગણૂ તથા દર વષે કંપની નફો કરે એમાં ભાગીદારી કરે, બને ત્યાં સુધી વિજ વાયરો અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવે તેવી અંતમાં ગુજરાત ખેડૂત એસોસિએશન, ક્રાંતિ સંગઠન, ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments