રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થાએ આ પ્રકારના બીજા અનેકો અન્નક્ષેત્રો ચાલુ કરવાની અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બન્યા. સંસ્થાની 22 વર્ષની સેવા યાત્રાની સફળતામાં સંસ્થાના કર્મયોગી ડોકટર્સ તેમજ અન્ય 70 જેટલા કર્મયોગી કર્મચારીઓની રાત-દિનની જહેમત પણ રંગ લાવી છે. છેલ્લા 22 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઇલ પશુ ચિકિત્સાલય’, ’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. રસ્તે રઝળતાં નિરાધાર બીનવારસી પશુ પક્ષીઓની તેમજ રેલ્વે ટ્રેક પર અકસ્માતે ઘવાયેલી ગૌમાતાઓને અને રોડ અકસ્માતનો ભોગ બનેલ નાના-મોટા પશુઓને પણ આ સારવાર લાભ મળે છે. જેને કોઇ પુછનાર નથી એવા અબોલ જીવોની સારવારનું કાર્ય સૌના સાથ-સહકારથી થાય છે. અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, અગિયાર એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 12,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિનામૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ સંસ્થાની જ નિ:શૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓના 800 જેટલા સીઝરીયન ઓપરેશન, 700 થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામા 300 જેટલા પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો પશુ-પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સતત કરવામાં આવે છે. ગૌમાતામાં વ્યાપ્ત લમ્પી રોગની 20,000 જેટલી ગૌમાતાઓને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાં લમ્પી રોગથી બચાવવા રસીકરણ કરાયું, સારવાર અપાઈ.
ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા – ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓના માટેના દંત ચિકિત્સા કેમ્પ, ચર્મ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા, પક્ષીઓ વિ. ને બચાવવામા ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદ રૂપ થાય છે. અનેકવાર માછીમારીની જાળ પકડીને હજારો માછલીઓને બચાવાઈ છે. 22 વર્ષમા 25,00,000 ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનુ નિ:શુલ્ક વિતરણ કરાયુ છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિ:શુલ્ક આપવામાં છે. સંસ્થા દ્વારા નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ અને પાંજરાપોળ પણ ચલાવવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનુ સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે, ગૌસેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મશ્કેલ બન્યો છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી (9824221999), પ્રતિક સંઘાણી (99980 30393) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. વાર્ષીક છ કરોડના માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (WWW.animalhelpline.in) ની મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે.
સંસ્થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર 80-જી કલમ હેઠળ ધરાવે છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાનું લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક ડીટેઇલ્સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) અ/ભ ગજ્ઞ.03600100026705 તથા RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT. ચેક/ડ્રાફ્ટ ’શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ના નામનો બનાવવો.
પુરૂષોત્તમ માસનાં દિવસોમાં દાનનું અનેરૂ મહત્વ હોય છે, અનુદાન આપી અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ ભરતભાઈ મહેતા,ગૌરાંગભાઈ ઠક્કર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.

