રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્વિફ્ટ કારના ચોરખાનામાં સંતાડેલો રૂ.68.478 નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, રેઈડ દરમિયાન ચારેય આરોપીઓ રાત્રીના અંધારાનો લાભ લઈ નાસી છૂટતાં પોલીસ એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જિલ્લાના પોલીસ વડા વિજય સિંહ ગુર્જર નાઓના માર્ગદર્શન હેઠળ કઈઇ પીઆઇ જે.પી.રાવની ટીમે આ કામગીરી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કઈઇના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ડવેરા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા પેટ્રોલીંગમાં હતા ત્યારે ટેકનીકલ અને હ્યુમન સોર્સથી મળેલ બાતમી આધારે જેતપુર, દેરડીધાર, આવાસ યોજના ક્વાર્ટર સામે, ધાર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપીઓ પોતાના કબજા હવાલાવાળી મારુતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર નંબર ૠઉં-01-ઇંગ-1190 વાળીમાં ચોર ખાનામાં ગેર કાયદેસર પાસ-પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી હેરાફેરી કરી રહ્યા હતા. કારના ચોરખાનામાંથી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની 180 ખક ની કંપનીશીલ પેક બોટલો નંગ-396 કિંમત રૂ.68.478 મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ.2.68.478 નો મુદ્દામાલ કબજે કર્યો છે. રેઈડ દરમિયાન ચારેય ઈસમો એકબીજાને મદદગારી કરી અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.
આ ગુનામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ કલમ-65(એ)(ઇ), 116બી, 81, 89(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપી કુણાલ ભાટીયા રહે-દેરડીયાર આવાસ યોજના, જેતપુર વાળો ફરાર છે. બીજો આરોપી સાગર ઉર્ફે બુધો હરસુખભાઈ સીંગલ રહે-બાપુની વાડી, જેતપુર વાળો પણ ફરાર છે. રાત્રીના સમયે અંધારામાં નાસી જનાર ત્રીજો અજાણ્યો ઈસમ ફરાર છે. જ્યારે સ્વિફ્ટ કારનો ચાલક માલિક ચોથો આરોપી પણ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આમ આ ગુનાના ચારેય આરોપીઓ હાલ ફરાર છે.
ફરાર આરોપી કુણાલ ભાટીયા રીઢો ગુનેગાર છે. તેના વિરૂદ્ધ જેતપુર સીટી તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, મારામારી, ધમકી, સહિત કુલ 13 ગુના નોંધાયેલા છે. જ્યારે સાગર ઉર્ફે બુધો સીંગલ વિરૂદ્ધ પણ જેતપુર સીટી, ગોંડલ સીટી તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, હથિયાર ધારા, ચોરી, મારામારી સહિત કુલ 14 ગુના નોંધાયેલા છે. બંને ફરાર આરોપીઓનો કુલ 27થી વધુ ગુનાનો ઇતિહાસ છે.
આ કામગીરીમાં પીઆઇ જે.પી.રાવ, પી.એસ.આઇ. કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, એ.સી.ગોહિલ, પી.એ.ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઈ બડકોદીયા, બાલકૃષ્ણ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ. રમણીકભાઈ મકવાણા, અર્જુનભાઈ ડવેરા, રસિકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ જોડાયા હતા. હાલ ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

