HomeLocal Newsરાજકોટમાં બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથા સાથે દિવ્ય દરબાર ભરાશે

રાજકોટમાં બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથા સાથે દિવ્ય દરબાર ભરાશે

બાગેશ્ર્વરધામ (છતરપુર, એમ.પી.) નાં પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્ર્વર) આવતા મહિને તા. 5, 6 અને 7 જુન નાં રોજ બીજીવાર રાજકોટ આવી રહયા છે અને રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આંગણે 3 વર્ષ બાદ યોજાઇ રહેલા ઐતિહાસિક આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથાની સાથે દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ સર્કીટ હાઉસ ખાતેની પત્રકાર પરિષદમાં આયોજન સમિતિનાં અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ)એ જણાવ્યું હતું.
સનાતન સંસ્કાર, હનુમાન ભકિત સમાજના સકારાત્મક મુલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતની ધર્મની ધજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહયા છે અને તેના ભાગરૂપે રાજકોટમાં આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સમાં તા. 5, 6, 7 દરમ્યાન થયેલ આયોજનમાં ભકતજનો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. રાજકોટ – સૌરાષ્ટ્રની પ્રજાને ધર્મ-ભકિત અને આધ્યાત્મિકતાનો લાભ લેવા આયોજક સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ છે.

બાગેશ્ર્વરધામ

બાગેશ્વર ધામ એમ.પી.નાં છતરપુર જીલ્લામાં આવેલ છે. બાગેશ્વરધામ સ્વયંભુ હનુમાનજીની દિવ્યતા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. ઘણા તપસ્વીઓની દિવ્યભૂમિ એવા બાગેશ્વર ધામમાં બાલાજી હનુમાનનાં દર્શન કરી કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અહીં ભરાતા દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર અરજી સાંભળી શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ માર્ગદર્શન પુરૂ પાડે છે અને સમસ્યાનું સમાધાન કરે છે. ગુરુજી શ્રી ધીરેન્દ્રકૃષ્ણ મહારાજ નાં 5 સંકલ્પો નીચે પ્રમાણે છે.

હોસ્પિટલ

ભારતનાં પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જી નાં હસ્તે 2023 માં ગરીબ, જરૂરીયાતમંદ, આદિવાસી તેમજ અન્ય પ્રજાજનો માટે બાગેશ્વર ધામમાં 25 એકરમાં 200 કરોડનાં ખર્ચે 100 બેડની કેન્સર તથા સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન થયેલ, જે 2027 માં કાર્યરત થશે. જેમાં કેન્સર, નેત્ર રોગ, ઓર્થોપેડીક, હિમેટોલોજીની સારવાર ગરીબ, આદિવાસીઓને વિનામુલ્યે મળી રહે તેવું આયોજન કરાયું છે.
ક્ધયા વિવાહ
જેમનું કોઈ નથી, તેમના બાગેશ્વર બાલાજી મહારાજ છે, તેવું માનતા બાબા બાગેશ્વર દર વર્ષે 300 ગરીબ, નિરાધાર દીકરીનાં નિ:શુલ્ક લગ્ન પિતાજીની જેમ ધામધુમથી અને વૈદિક વિધિથી સંપન્ન કરી, સાથે આજીવિકાનું સાધન પણ આપે .

ગાયસંરક્ષણ

આપણા દેશમાં ગાયને માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે, અને વિશ્વભરના હિન્દુઓ તેનુ સન્માન કરે તે માટે, પુજય ગુરૂદેવે સુત્ર આપ્યું હતું. ‘ગૌશાળા એ કાયમી ઉકેલ નથી, એક હિન્દુ…એક ગાય ’ તે કાયમી ઉકેલ છે. ગુરૂદેવ માને છે કે જો તમને ગાય રાખવાનુ પોષાય તેમ ન હોય તો, તમારી નજીકનો કોઇ ગરીબ વ્યકિત ગાય ઉછેરતો હોય, તેમને દર મહિને તમારે કેટલાક પૈસા દાન કરવા જોઈએ. જેથી તે ગરીબ વ્યકિત ગાયને ખવડાવી શકે, તેના દુધથી તેના પરિવારનું પાલનપોષણ થાય.

વૈદિક ગુરૂકુલ

પૂજય ગુરુદેવની કલ્પના છે કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો વિશ્વભરમાં પ્રચાર થાય. બાગેશ્વર ધામનાં મેદાનમાં એક વૈદિક ગુરુકુળની સ્થાપના કરવામાં આવી રહી છે, જયાં બાળકોને આધુનિક શિક્ષણ તેમજ વેદોનું જ્ઞાન આપવામાં આવશે.

અન્નપૂર્ણા ભોજનાલય

પૂજય મહારાજશ્રીનો સંકલ્પ છે કે ધામમાં આવનાર કોઇપણ ભકત ભૂખ્યો ન રહે. તેથી ધામનાં અન્નપૂર્ણા ભોજનાલય માં દરરોજ હજારોની સંખ્યામાં ભકતોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments