HomeLocal Newsઆવતીકાલે દેશભરમાં 8 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે

આવતીકાલે દેશભરમાં 8 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન-ફાર્મસી વ્યાપાર તથા આ પ્રકારના પ્લેટફાર્મ મારફત સસ્તી તથા કોઈ માન્ય પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ વેચાય છે જેની રિટેલ દવા સ્ટોર્સ માટે વ્યાપાર કરવો મુશ્કેલ બની ગયુ છે તેવી ફરિયાદ સાથે આવતીકાલે દેશભરના 8 લાખથી વધુ દવાના રિટેલ-વ્યાપારીઓ એક દિવસની હડતાળ પર જશે.જો કે તાકીદની આવશ્યકતા માટે દરેક શહેરો અને વિસ્તારોમાં ચોકકસ દવા સ્ટોર્સ ખુલા રહેશે જેથી દર્દીઓને ઈમરજન્સીમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ રહેશે. જો કે કેન્દ્રીય નિયામકનો દાવો છે કે કેટલાક રાજયમાં કેમીસ્ટ સંગઠનોએ કાલની હડતાળમાં નહી જોડાવા નિર્ણય લીધો છે.
જો કે તેઓએ વધુ સ્પષ્ટતા કરી ન હતી. દિલ્હી રિટેલ ડીસ્ટ્રીબ્યુશન કમીટી એલાયન્સના અધ્યક્ષ સંદીપ નાગીયાના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ દવાના વેચાણમાં મોટું ડિસ્કાઉન્ટ દઈને સ્થાનિક વ્યાપારને પ્રભાવિત કરે છે.
ઓલ ઈન્ડીયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ ફેડરેશને કાલની હડતાળથી પોતાને અલગ રાખ્યુ છે તથા કાલના બંધમાં નહી જોડાવાની જાહેરાત કરી છે. આ સંગઠનના અધ્યક્ષ સંદીપ ગુપ્તાના જણાવ્યા મુજબ બંધનું એલાન કરનારાઓએ વ્યાપારી હિતોની સુરક્ષાના બદલે બજારમાં દબાણ બનાવવા આ એલાન આપ્યું હોવાનું જણાય છે. આ હડતાલની અવ્યવસ્થા વધશે અને રીટેલ વ્યાપારીઓને નુકશાન થશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments