HomeLocal Newsમુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત: 13નાં મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત: 13નાં મોત


મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર દહાણુ તાલુકાના ધાનીવરીમાં ભીષણ અકસ્માત થયો છે. સોમવાર સાંજે લગભગ 4 વાગ્યે લગ્ન પ્રસંગ માટે જઈ રહેલા જાનૈયાઓથી ભરેલી ટ્રકનો અકસ્માત થયો હતો. જાનૈયાઓથી ભરેલી આઈશર ટ્રક અને ક્ધટેનર વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં એક ટૂ-વ્હિલર પણ ઝપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં બાઈક સવાર બે લોકો સહિત અન્ય 13 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ટ્રકમાં સવાર 30 થી 35 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, જાન લઈને જઈ રહેલી ટ્રકમાં 40થી વધુ લોકો સવાર હતા.
દહાણુ તાલુકાના બાપુગાંવથી આ ન ધાનીવરી જઈ રહી હતી અને દુલ્હનના ઘર પાસે જ આ અકસ્માત થયો હતો. ઘાયલોને તાત્કાલિક કાસા ઉપજિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. વળી ગંભીર રીતે ઘાયલ લોકોને આગળની સારવાર માટે ધુંદલવાડીની વેદાંત હોસ્પિટલ અને ગુજરાતની અન્ય હોસ્પિટલોમાં રેફર કરવામાં આવ્યા છે.
મળેલી માહિતી અનુસાર, ટ્રક ધાનીવરી પહોંચ્યા પછી ખડકીપાડા તરફ જઈ રહી હતી. આ દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલા એક ક્ધટેનર વાહને ટ્રકને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ક્ધટેનરનો આગળનો ભાગ અલગ થઈને સીધો આઈશર ટ્રક પર પડી ગયો હતો. આનાથી ઘણા લોકો ક્ધટેનરની નીચે દબાઈને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ ઘાયલોને નજીકની કાસા ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પ્રશાસને અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ અકસ્માત એકવાર ફરી માર્ગ સુરક્ષા અને ઓવરલોડિગ પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments