HomeLocal Newsરાજકોટ પ્રોપટી ક્ધસલ્ટન્ટ એસોસિએશનના 11 માં વર્ષમાં પ્રવેશ નિમિતે ‘સ્નેહ-મિલન’ કાર્યક્રમ યોજાયો

રાજકોટ પ્રોપટી ક્ધસલ્ટન્ટ એસોસિએશનના 11 માં વર્ષમાં પ્રવેશ નિમિતે ‘સ્નેહ-મિલન’ કાર્યક્રમ યોજાયો

રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસિએશન દ્વારા 1મેં 2026 સેમિનાર યોજાયો જેમાં એસોસિએશન નાં 11 માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિતે “સ્નેહ -મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ તથા જામનગરનાં પ્રોપર્ટી કંસલ્ટન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનનાં સેક્રેટરી કેતન મહેતા એ ઉપસ્થિત દરેક મેમ્બર્સનું સ્વાગત અભિવાદન કરેલ. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન કરી અને એસોસિએશનની પ્રતિજ્ઞા લેવડાવી પરિવાર ભાવના દર્શાવેલ હતી. ત્યારબાદ ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહએ પ્રાસંગિક ઉદબોધન કરી દરેક મેમ્બર્સને એસોસિએશનની 2016 થી 2026 સુધીની સફળ યાત્રા તથા નવી કમીટી વિશે માહિતગાર કરેલ.
નવી કમીટીમાં 2026-27 નાં વર્ષમાં પ્રમુખ વિજયભાઈ જાની, ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નીરજ ખંભાતી, જોઈન્ટ સેક્રેટરી માધવ માલવિયા અને કમીટી મેમ્બર્સમાં અર્પિત શાહ, જસ્મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી, ચેતન વિઠલાણી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ એસોસિએશનનાં 11 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે હાજર દરેક મેમ્બર્સને મીઠુ મોઢું કરાવેલ. અને એસોસિએશનનાં સિનિયર મેમ્બર્સ તથા કમીટી મેમ્બર્સએ સાથે મળી દરેક મેમ્બર્સનું મોમેન્ટો આપી સન્માન કરેલ હતું.
પ્રમુખ વિજય જાનીએ નવા વર્ષનું પ્લાનિંગ અને એસોસિએશનને આગળ લાવવા માટેનાં સૂચનો જણાવેલ અને ઉપસ્થિત દરેક મેમ્બર્સનો આભાર વ્યક્ત કરેલ હતો.
અંતમાં સેક્રેટરી કેતન મહેતા એ જણાવેલ કે, રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસિએશનનાં મેમ્બર્સ એ બ્રોકર નથી પરંતુ પ્રોપર્ટી કનસલ્ટન્ટ છે. અને સમયે-સમયે અપડેટ થઇને આગળ વધતા રહેશે. અને ટ્રસ્ટ બિલ્ડ કરશે.અને આવનારા સમયસમાં નવી ઊંચાઈ ઓ સર કરશે. તેમાં શંકાને સ્થાન નથી. ઉપસ્થિત દરેક મેમ્બર્સનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments