તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણી તા.26-4-2026 ના રોજ યોજાયેલ અને પરીણામ તા.28-4-2026 ના રોજ જાહેર થયેલ હતું.
રાજકોટ શહેર મહાનગરપાલિકાની મતગણતરી દરેક વોર્ડમાં સમીક્ષા (એનાલીસીસ) કરતા કેટલીક ગંભીર બાબતો ઉડીને આંખે વળગે તેવી જણાય છે. જેમ કે, વોર્ડનં.08 ની મત ગણતરીની વાત કરીએ તો 57 બુથ ઉપર મતગણતરીમાં પ્રથમ 14 બુથની ગણતરીમાં પડેલ મત 20502 માં ટકાવારી લેખે જોઈએ તો આશરે 65% થી 67% મત ભારતીય જનતા પાર્ટીના 3434 ચારેય ઉમેદવારને જાય અને બાકી 33% થી 35% મત બીજા તમામ પાર્ટીના ફાળે જાય આની ઉંડી તપાસ કરતા આખા વોર્ડના પડેલ મતના 92375 ના આશરે 67% પ્રમાણે મત 61891 ભારતીય જનતા પાર્ટી ઉમેદવારના ફાળે આશરે 15000 મત પ્રમાણે મળે તે મતગણતરી પહેલા પણ અંદાજ લગાવી શકાય છે માટે જ EVM માં તમામ શહેરી વિસ્તારમાં પ્રથમ રાઉન્ડના અંતે જે ટકાવારી પ્રમાણે સતાધારી પાર્ટીને મત મળેલ હોય તે જ પેટર્નથી આખી મતદાનની ગણતરીની પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી જળવાઈ રહેલ છે.
નગરપાલિકા કે મહાનગરપાલિકા સ્થાનીક પ્રશ્નો, ઉમેદવારની ઓળખાણ, જાતિગત સમીકરણ, સ્થાનીક પક્ષનો વિરોધ તથા પક્ષ વિરોધી પ્રવૃતિઓ, જેવા વિવિધ પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને મતદાન થતું હોય છે. તેમ છતાં આવા વિપરીત પરીણામથી ચોકકસ EVM માં પ્રથમથી ચીપ્સ આધારીત અથવા પ્રીપ્લાનીંગ ગોઠવણ હોય જ શકે ? તેવો આક્ષેપ કર્યો છે.
આ પરિણામના આંકડાઓમાં ચોકકસ શંકાઓ ઉદભવે છે માટે શિવલાલ એલ. બારસીયાએ વિસ્તારની કામગીરી, પ્રચાર-પ્રસાર તેમજ વ્યકિત સંપર્ક તેમ છતા વિપરીત આવેલ છે. તેનું ધ્યાન પ્રજા સમક્ષ મુકુ છું અને EVM ના (BUS તથા CUS) મશીનની સાયન્ટીફીક રીતે અભ્યાસ તથા ચેકીંગ કરવામાં આવે તેવી મારી મારા રીટર્નીંગ ઓફિસર જીલ્લા ચુંટણી અધિકારી તથા રાજય ચુંટણી આયોગને લેખિતમાં ફરીયાદ કરૂં છું. તથા કેન્દ્રીય ચુંટણીપંચને પણ આ બાબતી રજુઆત કરેલ છે.

