HomeLocal Newsપંચનાથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે ડોકટરની ફી માત્ર 50 રૂપિયા

પંચનાથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે ડોકટરની ફી માત્ર 50 રૂપિયા

રાજકોટ સ્થિત યુવા બાળરોગ નિષ્ણાત અને નીઓનેટોલોજિસ્ટ ડો. પાર્થ માલી પંચનાથ હોસ્પિટલ, લીમડા ચોક, રાજકોટ ખાતે બાળ આરોગ્ય અને નવજાત શિશુઓની ક્રિટિકલ કાળજી ક્ષેત્રે સમર્પિત સેવાઓ આપી રહ્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન અને ચાઈલ્ડ એક્સપર્ટ તરીકે બાળકોને વિશેષ સારવાર અને માર્ગદર્શન પ્રદાન કરે છે.
એમ.બી.બી.એસ., એમ.ડી. પીડિયાટ્રિક્સ તેમજ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીડિયાટ્રિક ન્યુટ્રિશન ક્ષેત્રે વિશેષ અભ્યાસ પૂર્ણ કરનાર ડો. માલીએ નવજાત અને બાળરોગની ઇમરજન્સી સારવારમાં વિશાળ અનુભવ મેળવ્યો છે.
ડો. પાર્થ માલીએ અત્યાર સુધીમાં એન.આઈ.સી.યુ.માં 1,000થી વધુ હાઈ-રિસ્ક નવજાત શિશુઓની સફળ સારવાર કરી છે. જેમાં અતિ ઓછા વજનવાળા સમય પહેલાં જન્મેલા બાળકો, શ્વાસની તકલીફ, પીળિયા, ઝટકા, જન્મજાત વિકૃતિઓ તેમજ અન્ય ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, ડેન્ગ્યુ, અસ્થમા, ઝટકાં, ડાયાબિટીસ સંબંધિત ઇમરજન્સી અને બ્લડ ડિસઓર્ડર જેવી બાળરોગની ગંભીર પરિસ્થિતિઓની સારવારમાં પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.
બાળકોમાં જોવા મળતા સામાન્ય રોગલક્ષણો જેમ કે ઊંચો તાવ, સતત ઉધરસ અને શરદી, ઉલ્ટી અથવા ડાયરીયા, ભૂખ ન લાગવી, ચામડી પર એલર્જી અથવા ચકામા તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ માટે ડો. પાર્થ માલીની સલાહ અને સારવાર ઉપલબ્ધ છે.
જન્મ થયે કમળાની અસર હોય તો જન્મ થયે બેબી વોર્મર, યુવી લાઈટ વોર્મર ની સુવિધા છે. આ ઉપરાંત બાળકોના ઓક્સિજન અને બીપી માપવા માટેનું સ્પેશિયલ મોનિટર પણ ઉપલબ્ધ છે.
અત્યાર સુધીમાં પંચનાથ હોસ્પિટલમાં અનેક બાળકોનો જન્મ થયો છે.
ડીલીવરી સમયે ગાયનેક ડોક્ટર ઉપરાંત બાળકોના ડોક્ટર શ્રી પાર્થ માલી પણ ઓપરેશન સમયે લેબર રૂમમાં ઉપસ્થિત રહે છે. અને બાળકનો જન્મ થયે તુરંત બાળકનું સ્વાસ્થય શ્રી પાર્થમાલી દ્વારા ચકાસવામા આવે છે. ઉપરાંત બાળકોનું વેક્સિનેશન પણ પંચનાથ હોસ્પિટલમાં કરવામાં આવે છે.
બાળકોના ડોક્ટર પાર્થ માલી ઓપીડીમાં સવારે 9:30 થી 12:00 અને સાંજે 4:30 થી 7:00 સુધી મળી શકશે.
હોસ્પિટલ સેવાઓ ઉપરાંત ડો. માલી ગ્રામ્ય આરોગ્ય કેમ્પો અને જાહેર આરોગ્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે, જ્યાં તેઓ આર્થિક રીતે નબળા અને દુરસ્ત વિસ્તારોના દર્દીઓને ગુણવત્તાસભર સારવાર પ્રદાન કરે છે. તેઓ માતા-પિતાને બાળકોના યોગ્ય પોષણ, રસીકરણ તથા વિકાસના વિવિધ તબક્કાઓ અંગે માર્ગદર્શન પણ આપે છે.
ડો. પાર્થ માલીએ GUJPEDCON જેવી રાજ્યસ્તરીય મેડિકલ કોન્ફરન્સોમાં વિવિધ સંશોધન પેપર્સ અને કેસ સ્ટડીઝ રજૂ કરી છે. વર્ષ 2021માં યોજાયેલ કોન્ફરન્સમાં તેમણે Study of outcome of infants born to diabetic mothers વિષય પર સંશોધન પેપર પ્રેઝન્ટ કર્યું હતું.
બાળ આરોગ્ય ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ડો. પાર્થ માલીને વર્ષ 2024માં Excellence in pediatrics Award થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આજે પણ નૈતિકતા આધારિત, વૈજ્ઞાનિક અને પરિવારકેન્દ્રિત આરોગ્ય સેવાઓ દ્વારા બાળકો અને નવજાત શિશુઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
પંચનાથ હોસ્પિટલ ખાતે બાળકો માટે માત્ર રૂા.50 ની ઓપીડી સેવા ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક: 0281-2231215 / 2223249.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments