HomeLocal Newsશહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે આસ્થા બચાવો ધરણા કાર્યક્રમ યોજાયો

શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે આસ્થા બચાવો ધરણા કાર્યક્રમ યોજાયો

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપા તંત્ર દ્વારા રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહેલા નાના મંદિરો, દેરીઓ અને હનુમાનજીના સ્થાનો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ઉગ્ર ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં મનપા દ્વારા મવડી, ઉદયનગર, માયાણી આવાસ યોજના, યોગીનગર, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરો, દેરીઓ, માતાજીના મંદિરો અને ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા મંદિરો વર્ષોથી અસ્તિત્વમાં હતા, અને લોકોની રોજિંદી શ્રદ્ધા સાથે જોડાયેલા હતા. છતાં પણ તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ માં લીધા વગર રાત્રિના અંધારામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે રામના નામે મત માંગતી ભાજપ સરકાર આજે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર ચલાવી રહી છે. દિવસ દરમિયાન રામભક્તિના નાટકો અને મોટી મોટી વાતો કરનારાઓ રાત્રિના અંધારામાં હનુમાનજીની દેરીઓ તોડી રહ્યા છે. આ માત્ર બાંધકામ તોડવાની કાર્યવાહી નથી, પરંતુ હિંદુઓની આસ્થા અને લાગણીઓ પર સીધો પ્રહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભાજપના પૂર્વ સત્તાધીશો ના અનેક ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત ઉભા છે. ત્યાં તંત્રનો બુલડોઝર નથી પહોંચતો. પરંતુ ગરીબ અને સામાન્ય લોકોના ઘરો તથા હવે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર દોડાવવામાં આવે છે. ભાજપ સરકારનો બુલડોઝર માત્ર નબળા લોકો સામે જ કેમ ચાલે છે? ભાજપ સરકાર અહંકારમાં અંધ થઈ ગઈ છે જે હનુમાનજીએ લંકા સળગાવી હતી એ દાદા નું અપમાન કરનારાઓની સત્તા આ રાજકોટની જનતા ઉખેડી ફેંકશે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ વધુમાં સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે વિકાસના નામે લોકોની આસ્થા સાથે રમત રમાશે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને જનઆંદોલન કરશે. લોકોની લાગણી અને વિશ્વાસને કચડીને કોઈ વિકાસ થઈ શકતો નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર ફરી સક્રિય બની ગયું છે અને લોકોની ધાર્મિક લાગણીઓને અવગણીને એકતરફી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષોથી ચાલતા મંદિરો અને દેરીઓ સામે આટલી ઉતાવળમાં કાર્યવાહી કરવી એ સરકારની દ્વિચારી નીતિ દર્શાવે છે.ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી સામાન્ય લોકોને અનેક પ્રકાર થી હેરાન પરેશાન કરી રહી છે.
ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેર કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શહેરની જનતા, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો અને તેમની આસ્થા સાથે મજબૂતીથી ઉભી છે. જો આગામી સમયમાં પણ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી કાર્યવાહી ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન અને જનચળવળ શરૂ કરશે.
અંતમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે તંત્ર તાત્કાલિક આવી કાર્યવાહી બંધ કરે, લોકોની લાગણીઓનો સન્માન કરે અને વિકાસના નામે આસ્થા સાથે રમત રમવાનું બંધ કરે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અગ્રણી, ડો.હેમાંગ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી,ડી. પી મકવાણા,અતુલ ભાઈ રાજાણી, વશરામ ભાઈ સાગઠીયા, પ્રદેશ અગ્રણી મુકેશ ભાઈ ચાવડા, કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ, મકબુલભાઈ દાઉદાની, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઈબ્રાહીમભાઇ સોરા,, મનીષા બેન રોજાસરા, સંજયભાઈ અજુડિયા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નીતિનભાઈ ભંડેરી, વૈશાલીબેન શિંદે, હરપાલસિંહ જાડેજા,રહીમ ભાઈ સોરા અલ્પેશભાઈ સાધરીયા, દિપ ભંડેરી, ઉકેશ રબારી, મનસુખ ભાઈ જાદવ, દિલીપ ભાઈ આસવાની, રાજુ ભાઈ બાબિયા, ,રાજુભાઈ ચાવડા,હાર્દિક ભાઈ પરમાર, સુરેશ ભાઈ ગેરૈયા,કેતન ભાઈ તાળાં ,શૈલેષ ભાઈ સાકરીયા,ગિરીશ ભાઈ ઘરસંડીયા, નિલેશ ભાઈ મારું,સોહિલ ભાઈ ઝરીયા, સલીમ ભાઈ કારિયાણી, અલ્તાફ ભાઈ,જયાબેન ચોહાણ, કંચન બેન વાળા,હિરલ રાઠોડ, યોગીતા વડોલિયા ,શાંતા બેન મકવાણા, તુષાર નંદાની,મયુરભાઈ શાહ,મેરૂમ બેન, જગદીશ ભાઈ ડોડીયા,ભાર્ગવ પઢિયાર,રણજીત મુંધવા, ડો.બી.ગોહિલ, દીપેન ભગદેવ, આયર્ન પટેલ, ગૌરવ ખીમસુરીયા, મહિપાલ ચોહાણ, યુસુફ ભાઈ જુણેજા,જીતુ ભાઈ ઠાકર, ઠાકરશી ગજેરા,રૈયા ભાઈ બંભવા, યગ્નેશ દવે,ભાવેશ વાઘેલા, સરલાબેન પાટડિયા, ધવલ રાઠોડ, જલ્પેશ વાઘેલા, નરેશ ભાઈ પરમાર,કમલેશ કોઠીવાર,હેમલ ભાઈ પેસવાડીયા, પ્રફુલા બેન ચૌહાણ,ચંદ્રિકા વરણીયા, સજના ગોહેલ, દીપુબેન રવિયા ,નરેન્દ્રભાઇ, મયુરસિંહ પરમાર,પ્રતિમા બેન, મેપાભાઈ કણસાગરા, ફેનિલ વોરા, જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહીને આસ્થા પર હુમલો અને લોકોની લાગણીઓ સાથેની ક્રૂર રમત ગણાવવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments