રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ.મેનાબેન અંકુરભાઈ દોંગાની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે તા.16-5 શનિવાર સવારે 8 થી 12 સુધી સહકાર સોસાયટી મેઈન રોડ ત્રિશુલ ચોક નજીક રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા છ વર્ષથી નિયમીતરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે સ્વ.મેનાબેન અંકુરભાઈ દોંગાની પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અત્યારે ઉનાળાના સખત તાપમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય છે જેના કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પુરતુ બ્લડ મળવામાં મુશ્કેલીઓ થતી હોય છે તો રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા નમ્ર વિનંતી.
આ કેમ્પમાં અંકુરભાઈ દોંગા, નરેન્દ્રભાઈ વાડોદરીયા અને વિનય જસાણી રાજકોટ સિવિલ બ્લડ બેંકના ડોકટર્સ સેવા આપશે.

