બોક્સ પેકિંગ બાદ પાર્કિંગ, બેસવાની સુવિધાઓ વિકસાવવામાં આવશે : કમિશ્નર
મોરબી શહેરમાંથી પસાર થતી કેનાલને બોક્સ પેકિંગ કરવાની કામગીરીનો શુભારંભ થઇ ચુક્યો છે ૫૭ કરોડના ખર્ચે કેનાલ બોક્સ પેકિંગ કર્યા બાદ પાર્કિંગ, બેસવા માટેની વ્યવસ્થા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે
મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેનાલ બોક્સ પેક કરવાની કામગીરી ૫૭ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે શહેરમાંથી પસાર થતી કેનાલ કવર કરવામાં આવશે બોક્સ પેકિંગ કામગીરી ઈરીગેશન વિભાગની મંજુરી લીધા બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી શરુ કરવામાં આવી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તે પૂર્વે મોટાભાગની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે બોક્સ પેકિંગ કામગીરી થયા બાદ તેના ઉપર પાર્કિંગ સુવિધા, બેસવા માટે બાકડા અને હરવા ફરવા માટેની સુવિધાઓ કરવામાં આવશે તો કેનાલમાં અનેક સ્થળે સફાઈની જરૂરિયાત જણાઈ રહી છે જે મામલે કમિશ્નરે જણાવ્યું હતું કે કેનાલ સફાઈ અને મેન્ટેનન્સ કામગીરી ઈરીગેશન વિભાગ હસ્તકની છે અને વિભાગ સફાઈ કામગીરી કરી રહી છે ઈરીગેશન વિભાગ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી રહી છે
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ


