માળીયા મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે સામાન્ય બોલાચાલીમાં એક પરિણીતાને તેના જ પતિ અને સાસરિયા પક્ષના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યો હતો. બહેન અને જેઠ વચ્ચે ચાલતી વાતચીતમાં સમજાવટ કરવા ગયેલી મહિલા પર ચાર શખ્સોએ તૂટી પડી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે માળીયા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, જુના અંજીયાસર ગામે રહેતા સાઈનાબેન મોવર જ્યારે તેમની મોટી બહેન સલમાબેન અને જેઠ હસનભાઇ વચ્ચે બાળકો બાબતે ચાલતી સામાન્ય બોલાચાલીમાં સમજાવટ કરવા ગયા હતા, જે તેમના પતિ ફારૂક નીજામભાઈ મોવર સહિત પરિવારના અન્ય સભ્યોને સારું નહી લાગતા ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી ફારૂકભાઈએ ફરિયાદીને વાળ પકડી નીચે પાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે નીજામભાઈ હબીબભાઈએ ચહેરા અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, સાઉદિન હબીબભાઈએ લાકડાના ધોકા વડે વાંસાના ભાગે હુમલો કર્યો હતો અને જુસબભાઈ નીજામભાઈએ ગાળો આપી માર મારવામાં મદદગારી કરી હતી. આ ગુના અંગે માળીયા મિયાણા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ
માળિયા: જુના અંજીયાસર ગામે પારિવારિક ઝઘડામાં પરિણીતા પર ચાર શખ્સોનો હુમલો: ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યો
RELATED ARTICLES
