HomeLocal Newsવાંકાનેર જકાતનાકા પાસે પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષાચાલક પર પાઈપ વડે હુમલો

વાંકાનેર જકાતનાકા પાસે પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષાચાલક પર પાઈપ વડે હુમલો

વાંકાનેરના નેશનલ હાઇવે પર આવેલા જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જર બેસાડવાની નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા એક યુવક પર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં રિક્ષાચાલકને પગના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક દીપકભાઇ કાનાભાઇ ધેણોજા રિક્ષા સ્ટેન્ડ પર હાજર હતા, ત્યારે પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે ફિરોઝ મુસા નામના શખ્સે તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ બોલાચાલી દરમિયાન અન્ય બે આરોપીઓ, અકબર મુસા અને સાહિલ મુસા લોખંડના પાઈપ સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ દીપકભાઈનો કાઠલો પકડી તેમને ગાળો આપી હતી અને લોખંડના પાઈપ વડે વાંસા તેમજ જમણા પગના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલકની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments