HomeLocal Newsમોરબી જિલ્લાના ટંકારાના મિતાણા ગામની સીમમાં કારખાનામાંથી ૧.૫૦ લાખના કોપર કેબલની ચોરી

મોરબી જિલ્લાના ટંકારાના મિતાણા ગામની સીમમાં કારખાનામાંથી ૧.૫૦ લાખના કોપર કેબલની ચોરી

ટંકારાના મિતાણા ગામની સીમમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ફલોરોના કારખાનાની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલા કોપરના કેબલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા. આ મામલે રાજકોટના વેપારીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર રહેતા મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયાની માલિકીના મિતાણા ગામની સીમમાં આવેલા કારખાનાના પરિસરમાં આ ચોરી થઈ હતી. કોઈ અજાણ્યો ચોર ઇસમ કારખાનાની ખુલ્લી જગ્યામાં પ્રવેશ્યો હતો. ત્યાં રાખેલા નાની-મોટી સાઇઝના કોપરના કેબલના ગુંચળા, જેનું અંદાજિત વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હતું, તેની ચોરી કરી નાસી છૂટ્યો હતો. ચોરી થયેલા આ મુદ્દામાલની અંદાજિત કિંમત ૧.૫૦ લાખ જેટલી આંકવામાં આવી છે. ટંકારા પોલીસે આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ



RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments