HomeLocal News15.60 લાખથી વધુ પક્ષીઓએ ઉત્તર ગુજરાતને બનાવ્યું બીજું ઘર

15.60 લાખથી વધુ પક્ષીઓએ ઉત્તર ગુજરાતને બનાવ્યું બીજું ઘર

રશિયા, સાઈબેરિયા અને યુરોપના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરની સફર ખેડીને આવતા પાંખાળા મહેમાનોએ બનાસકાંઠાના નડાબેટ અને મહેસાણાના થોળને હંગામી ઘર બનાવ્યું છે. તાજેતરની ગણતરી મુજબ બંને વેટલેન્ડમાં પક્ષીઓનો આંકડો 15.60 લાખને પાર કરી ગયો છે. નડાબેટ જળપ્લાવિત વિસ્તારમાં જાન્યુઆરી 2026માં હાથ ધરાયેલી ગણતરી મુજબ 183 પ્રજાતિના કુલ 14.90 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. જેમાં 9 લાખથી વધુ લેસર ફ્લેમિંગો હતા. તો થોળ અભયારણ્ય પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. વર્ષ 2021થી રામસર સાઈટનો દરજ્જો ધરાવતા થોળમાં આ વર્ષે 205 પ્રજાતિના 74,452 યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. વન વિભાગ દ્વારા ગરમીમાં પણ પક્ષીઓ માટે પાણીની ખાસ સુવિધા જાળવી રખાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments