ડીસા નજીક મુડેઠા ગામ પાસે નેશનલ હાઈવે પર એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે બસ અને એક ટ્રેલર એકબીજા સાથે અથડાયા હતા. સદનસીબે, બંને બસમાં સવાર કુલ 37થી વધુ મુસાફ્રોનો આબાદ બચાવ થયો છે, જેનાથી એક મોટી જાનહાની ટળી હતી.
રતનપુરાથી ખોડલા સુધી હાઈવેના નવીનીકરણનું કામ ચાલતું હોવાથી મુડેઠા પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ડીસા તરફ્થી આવી રહેલી એક બસને પાછળથી આવતી અન્ય એક બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વચ્ચેની બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વચ્ચેની બસ આગળ જતી બસ સાથે અથડાઈ હતી. પ્રથમ બસમાં 12 અને બીજી બસમાં 25 મુસાફ્રો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં વચ્ચેની બસના ચાલકને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમને 108 મારફ્તે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર 30 મિનિટ સુધી ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ભીલડી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ક્રેન વડે વાહનો ખસેડી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

