HomeLocal Newsસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ વર્ગોનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ વર્ગોનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી – જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક છાત્રોને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સી.સી.ડી.સી. મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે.
વેકેશનનો સદ્દ ઉપયોગ થાય તે માટે ખાસ ધોરણ 10-12 અને કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે હાલમાં કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) દ્વારા જનરલ બેચ (ક્લાસ-3)નું આયોજન તા. 26-05-2026 ને મંગળવારથી સવારના સમયમાં સી.સી.ડી.સી. ખાતે તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમવર્ગમાં જનરલ (ક્લાસ-3)ના અભ્યાસક્રમમાં ગુજરાતી, અંગ્રેજી, ક્વોન્ટીટીવ એપ્ટીટયૂડ અને રીઝનીંગ જેવા વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમવર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો વહેલા તે પહેલાના ધોરણે તા. 22-05-2026 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ધોરણ-10,12 અથવા ગ્રેજ્યુએશનની માર્કશીટ આઈ.ડી. પ્રુફ, સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments