સોમનાથ ખાતે ત્રિ-દિવસ અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશથી ખાસ ટ્રેનમાં પધારેલા 1100 જેટલા ભાવિકભક્તોએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહાદેવના દર્શન સાથે જ દરેક ભાવિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંભારણારૂપ ’લઘુ મૃત્યુંજય હવન કીટ’ની ભેટ તેમજ પ્રસાદ આપવામાં આવ્યો હતો.
ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ હવન કિટમાં ગાયના ગોબરમાંથી બનેલ કૂંડી તેમજ સુગંધી ધૂપ અને સોમનાથ ભગવાનને અભિષેક કરેલા જલની પવિત્ર બોટલ આપવામાં આવી છે.
ભોપાલ તેમજ ઉજ્જૈન વાસીઓએ ગુજરાતમાં સોમનાથમાં મહાદેવજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરતા આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વધુમાં ભાવિકોએ દર્શન, અભિષેકની સુંદર વ્યવસ્થા બદલ વહીવટી તંત્ર તેમજ સોમનાથ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

