HomeLocal Newsસિંહ પજવણીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોના બનાવમાં બે આરોપી ઝડપાયા

સિંહ પજવણીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોના બનાવમાં બે આરોપી ઝડપાયા

થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા સિંહ પજવણીના વિડિયાની વન વિભાગે ગંભીર નોંધ લઈ અને ઝડપી કાર્યવાહી કરી સિંહની પજવણી કરનારા બે આરોપીઓની અટકાયત કરી છે.
આ બનાવમાં ગત તા.6 ના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી રણજીતભાઈ વાળા નાનીધારી મારફતે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બે સિંહોની પાછળ મોટરસાઇકલ દોડાવી સિંહની પજવણી કરતાં હોવાનો દ્રશ્ય જોવા મળ્યા હતા. જેથી એશિયાટિક સિંહ ભારતના વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ શેડ્યૂલ-1માં સમાવિષ્ટ અત્યંત સંરક્ષિત વન્યપ્રાણી છે. તેથી આ ઘટનાને વન વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી હતી.
નાયબ વન સંરક્ષક ગીર (પૂર્વ) ના વિકાસ યાદવ, તથા મદદનીશ વન સંરક્ષક, ઉનાના કપિલ ભાટિયાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં એન.પી. લકુમ, રેંજ ફોરેસ્ટ ઓફિસર, એચ.એ. વાળા, રાઉન્ડ ફોરેસ્ટર, પીપળવા રાઉન્ડ તેમજ રેંજ સ્ટાફે સક્રિય કામગીરી બજાવી હતી.
આ બનવાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બે સિંહ જેમાં એક નર અને એક માદા સિંહની પાછળ મોટર સાઇકલ દોડાવી ગંભીર રીતે સિંહની પજવણી કરવામાં આવી હતી.
આ બનાવમાં સંડોવણી સામે આવતા ખાંભા તાલુકાના નાની ધારી ગામે રહેતાં શિવરાજભાઈ દિલુભાઈ માંજરીયા તથા રણજીતભાઈ ધીરુભાઈ વાળા નામનાં બે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. અને આ બંને આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી ગુનામાં વપરાયેલ એક શઙવજ્ઞક્ષય 17 ઙજ્ઞિ ખફડ્ઢ મોબાઇલ, એક ઉંશજ્ઞ સિમ કાર્ડ અને મોટરસાઇકલ નં. ૠઉં-14-ઇઋ-1533 નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
ઝડપાયેલ બંને આરોપીઓને ખાંભાની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વન્યપ્રાણીઓની પજવણી કે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments