HomeLocal Newsસરદાર પટેલ ભવન ખાતે UPSE-GPSE માર્ગદર્શન સેમિનાર યોજાયો

સરદાર પટેલ ભવન ખાતે UPSE-GPSE માર્ગદર્શન સેમિનાર યોજાયો

સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા UPSE-GPSE સંદર્ભે માહિતગાર કરતો નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાયેલ હતો, કે જેમાં સેંકડોની સંખ્યામાં વિધાર્થીઓ વાલીગણ સાથે ઉમટી પડ્યા હતા. ધો.12 પાસ અને કોલેજના વિધાર્થીઓને માર્ગદર્શન આપવા સારું સંસ્થા ખાતે માર્ગદર્શન આપવા માટે ઉચ્ચ અધિકારીઓ 1) હેતલ પટેલ (DCP, રાજકોટ શહેર) 2) ડો.ભાવિનભાઈ કથીરીયા (ડેપ્યુટી કલેકટર, પોરબંદર ) 3) નિલેશ ઘેટીયા (P.I) 4) તેજ બાણુગરીયા ( સર્કલ ઓફિસર, રાજકોટ તાલુકા) પધારેલા હતા. ઉલ્લેખનીય છે કે; કાર્યક્રમની શરૂઆતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને સખત મહેનત પર ભાર આપતા તેઓની ખેડૂતથી લઈને ઉદ્યોગસાહસિક, સમાજસેવા અને રાજકારણમાં પ્રવેશવા સુધીની સફરની સખત મહેનતનું જ ઉદાહરણ ટાંક્યું હતું. ત્યારબાદ ઉઈઙ હેતલ પટેલ તેમની ખુદની સિવિલ સર્વિસની તૈયારીઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતા જણાવ્યું કે શિસ્ત, યોગ્ય દિશા અને સખત મહેનત થકી કોઈપણ વિદ્યાર્થી સિવિલ સેવાની પરીક્ષામાં ઉતીર્ણ થઇ શકે છે અને સાથે જ આ તૈયારી તેમને એક સારા નાગરિક બનાવવાની સાથે વિશાળ દ્રષ્ટિકોણ કેળવતા પણ શીખવાડશે તેવી આશા વ્યક્ત કરેલ હતી. ત્યારબાદ, સર્કલ ઓફિસર એવા સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી તેજ બાણુગરીયા સર દ્વારા આજના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પડતી મુશ્કેલીઓના સંદર્ભે ઋષિ પતંજલિ દ્વારા ઉલ્લેખિત એવા 9 વિધ્નોની અને તેના ઉકેલની વાત કરાઈ, કે જેણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક અલગ જ આશાનો સંચાર કર્યો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેટર નિલેશભાઈ ઘેટીયા કે જેઓ પણ સંસ્થાના જ ભૂતપૂર્વ વિધાર્થી હતા તેઓએ સંસ્થાના સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે આવેલ અત્યાર સુધીના સફળ પરિણામોના ભવ્ય વારસાની વાત કરતા જણાવ્યું કે, ગુજરાતનો એકપણ એવો જિલ્લો નહિ હોય કે જયાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટનો વિદ્યાર્થી સેવારત નહિ હોય! અને સાથે જ દરેક વિદ્યાર્થી યોગ્ય દિશા અને દ્રઢ ઈરાદાથી અચૂક સરકારી નોકરી મેળવી શકે છે, તેવું જણાવેલ હતું.ત્યારબાદ
કાર્યક્રમના અંતિમ ચરણમાં સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડેપ્યુટી કલેકટર એવા ડો.ભાવિનભાઈ કથીરિયાએ વિદ્યાર્થીઓ અને વાલીગણ સાથે પ્રશ્ર્નોત્તરી કરેલ હતી કે જેમાં તેમણે પરીક્ષાના માળખા વિશે વિગતવાર માહિતી આપતા આજના અને આવા માર્ગદર્શક સેમિનારનું અદકેરું મહત્વ જણાવતા કહ્યું હતું કે તેઓ ખુદ આ જ સંસ્થાના એક સેમિનારમાંથી વિશેષ માર્ગદર્શન મેળવીને મેડિકલ સર્વિસમાંથી સિવિલ સર્વિસમાં પ્રવેશ્યા હતા. આ સાથે જ એ ઉલ્લેખનીય છે કે સંસ્થા ખાતે હવે આગામી 26/05/2026 (મંગળવાર) થી GPSE પરીક્ષાની તૈયારી સંદર્ભે નિ:શુલ્ક ડેમો લેક્ચર્સની શરૂઆત થઇ રહી છે કે જેમાં સંસ્થા દ્વારા ખુબ જ રાહત દરે વિધાર્થીઓને સિવિલ સર્વિસ માટેની તાલીમનો પ્રારંભ કરવામાં આવશે. આ બાબતે,વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવો આવકાર્ય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments