HomeLocal Newsરૂપિયો 96.18ના તળીયે : ક્રુડ 111 ડોલર પ્રારંભે સેન્સેકસ 1000થી વધુ પોઇન્ટ...

રૂપિયો 96.18ના તળીયે : ક્રુડ 111 ડોલર પ્રારંભે સેન્સેકસ 1000થી વધુ પોઇન્ટ તુટયો : શેર રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબ્યા

પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આજે સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં ઇજઊ સેન્સેક્સ 1,036 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 321 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. આ દરમિયાન, ડોલર સામે રૂપિયો પણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. સવારે 10 વાગ્યે, સેન્સેક્સ 1,036 પોઈન્ટ અથવા 1.34% ઘટીને 74,201 .પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફટી 321 પોઈન્ટ અથવા 1.28% ઘટીને 23,322 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઘટાડાને કારણે, લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયા ઘટીને 454 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 માંથી 27 શેરોમાં ઘટાડો થયો હતો, જેમાં પાવરગ્રીડને 3.81% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ, મારુતિ, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ દરમિયાન, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેરમાં વધારો જોવા મળ્યો હતો.
પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની નિફટીમાં સૌથી વધુ ઘટ્યા. વ્યાપક બજારમાં, નિફટી મિડકેપ 1.04 ટકા અને નિફટી સ્મોલકેપ 1.15 ટકા ઘટ્યા. ક્ષેત્રીય રીતે, નિફટી રિયલ્ટી, નિફટી ઓટો અને નિફટી મીડિયાએ નબળો દેખાવ કર્યો, જ્યારે નિફટી આઇટીએ સારો દેખાવ કર્યો. ભારત સહિત એશિયન બજારોમાં પણ ઘટાડો થયો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું હતું કે ઇરાન માટે સમય સમાપ્ત થઈ રહ્યો છે અને જો તે ટૂંક સમયમાં નિર્ણય નહીં લે, તો તેની પાસે કંઈ જ નહીં રહે. આના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં 1.84 ટકા વધીને ડોલર 11.3 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય બાસ્કેટ પણ 0.24 ટકા વધીને ડોલર 109.3 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ દરમિયાન, ડોલર સામે રૂપિયો ફરી એકવાર ઓલ-ટાઇમ લો પર પહોંચી ગયો છે. ઈરાન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે રૂપિયો ગગડ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો 0.2 ટકા ઘટીને 96.18 પર આવી ગયો. તેનો અગાઉનો ઓલ-ટાઇમ લો 96.1350 હતો. આ સતત પાંચમા સત્રમાં ઘટાડો છે. રૂપિયો આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર એશિયન ચલણ છે. 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી તે ડોલર સામે 5.5 ટકા ઘટ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments