HomeLocal Newsરાધેશ્યામ મંદિરે વૈશાખી પૂનમ નિમિત્તે ભવ્ય ધજાજી મહોત્સવ ઉજવાયો

રાધેશ્યામ મંદિરે વૈશાખી પૂનમ નિમિત્તે ભવ્ય ધજાજી મહોત્સવ ઉજવાયો

પોરબંદર ખાતે રઘુવંશી એકતા લેડી તથા હેપી લેડી ક્લબ દ્વારા રઘુવંશી સત્સંગ મંડળના સહયોગથી વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ૯૪ વર્ષ જૂના પૌરાણિક રાધેશ્યામ મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય ધજાજી મહોત્સવ તેમજ ધાર્મિક સત્સંગ-ભજન કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાયો હતો.

આ અવસરે ધજાજીને ઢોલના તાલે બહેનો દ્વારા ફૂલેકા સાથે આનંદમય વાતાવરણમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ પૂજારી હિરેનભાઈ દ્વારા વિધિવત્ ધજાજી પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સંગીતમય સત્સંગમાં ભાવનાબેન તન્ના, મીનાક્ષીબેન ગજ્જર, રસીલાબેન કાનાણી તથા ગિરધરભાઈ ઓડેદરા દ્વારા ભજનો રજૂ થતા સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર તથા કોર્પોરેટર મીતાબેન વિકાસ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધજાજી મહોત્સવમાં નિર્મળાબેન કારિયા, શીલાબેન માખેચા, દુર્ગાબેન લાદીવાલા

, રાજુભાઈ રૂપાણી, મહેન્દ્રભાઈ પોપટ, કિશોરભાઈ કાનાણી, હિતેશ કારિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી એકતા લેડી ક્લબ અને હેપી લેડી ક્લબના ગીતાબેન તન્ના, કૃષ્ણાબેન પોપટ, અલકાબેન દતાણી, કૃપાબેન કારિયા, ગીતાબેન સિમરિયા, નીરૂબેન રાયચુરા, નીતાબેન લુક્કા, ભારતીબેન અટારા, શીતલબેન અટારા, જાનવી કારિયા, રજનીબેન જોબનપુત્રા, તેમજ વિજયભાઈ મોનાણી, યોગેશભાઈ ચોટાઈ, અમિત ચોલેરા, ભાવેશ પોપટ, હિતેશ લાલચેતા વગેરે દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments