હાલ ઉનાળાની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રસ્ત છે કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો ફરજીયાત જેને બહાર નીકળવું પડે છે તેવા નાગરિકોની સેવા માટે મોરબીની લાયોનેસ ક્લબ અને પાટીદાર વૂમન્સ ક્લબ દ્વારા શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
લાયોનેસ ક્લબ મોરબી અને પાટીદાર વૂમન્સ ક્લબ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે ગુલાબ શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે ગુલાબ શરબત વિતરણ કર્યું હતું જેનો ૧૩૦૦ રાહદારીઓએ લાભ લીધો હતો જે સેવાકાર્યમાં ક્લબ મેમ્બર સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા, અને કાજલબેન પ્રોજેક્ટના દાતા રહ્યા, સાથે જ તેમના સ્ટાફના ભાઈઓ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો.બંને ક્લબ ના મેમ્બર્સ એ પણ હાજરી આપી પોતાની ફરજ નિભાવી હતી આ તકે પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયાએ દાતાઓ અને હાજર રહેલ દરેક મેમ્બરનો ખુબ ખુબ આભાર માન્યો હતો
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ

