HomeLocal Newsરાજ્યની પ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલનો રાજકોટમાં પ્રારંભ

રાજ્યની પ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલનો રાજકોટમાં પ્રારંભ

અંગ્રેજી ભાષા આજના સમયની જરૂરિયાત બની ગઈ છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. ખાનગી શાળાઓમાં ઊંચી ફી ચૂકવીને મળતું આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે સરકારી શાળાઓમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ બન્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને નવીન અભિગમ ધરાવતી શાળાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનો ઉત્તમ દાખલો રાજકોટ ખાતે શરૂ કરાયેલી રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું સશક્ત માધ્યમ પૂરું પાડી રહી છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. જેમાં માત્ર આધુનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ જ નહીં, પરંતુ તેઓ ખેલ જગતમાં આગળ વધે તે માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે.

શાળાની વિશેષતા

રાજકોટ શહેરમાં ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં નવીન ટાવરની પાછળ આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં 40 જેટલા વિશાળ, હવા-ઉજાસવાળા અને સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડોમાં ડિજિટલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસમાં 140થી વધુ હાઈ-ડેફિનેશન ઈઈઝટ કેમેરા અને ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાયોગિક શિક્ષણ માટે અહીં અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ટેકનોલોજીના જ્ઞાન માટે ઈંઈઝ (કોમ્પ્યુટર) લેબની સુવિધા ઉપલબ્ધ છે. રમત-ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતું વિશાળ મેદાન અને સ્પોર્ટ્સ સંકુલ પણ આ શાળામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કેન્ટીન, કાઉન્સેલિંગ રૂમ, મીટિંગ હોલ અને વિશાળ પાર્કિંગ જેવી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ વિકસાવવામાં આવી છે. પ્રકૃતિને ધ્યાનમાં રાખી શાળામાં સોલાર સીસ્ટમ અને 300 વૃક્ષોની છાયામાં 1000 વિદ્યાર્થીઓ ભણી શકે તેવું વિશાળ કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે

વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સુવિધાઓ

અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ ઉપરાંત પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. વધુમાં નિયમ મુજબની તમામ સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) જેવી સરકારી યોજનાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે.

ધોરણ 9 અને 10માં પ્રવેશ શરૂ

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલના જણાવ્યા મુજબ, શાળામાં હાલ ધોરણ 9 અને 10માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. મર્યાદિત બેઠકો હોવાથી “વહેલા તે પહેલા”ના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા આગામી તા. 1 લી જુન સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે શ્રી અલ્પેશભાઈ કપુપરા, ફોન નંબર: 99783 90600 ઉપર સંપર્ક સાધી શકાશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાજકોટને આધુનિક શિક્ષણ પૂરું પાડતી શાળા ઉપલબ્ધ કરાવાઈ છે ત્યારે, શ્રેષ્ઠ શિક્ષણ માત્ર ઊંચી ફી આપી મેળવી શકાય છે તે માત્ર એક પૂર્વધારણા હોવાનું જણાવી આ શાળાની અચૂક મુલાકાત લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments